જાણો તાઇવાન ના આ અજીબ ઘર વિષે, જે છે ઉલટું અને ખુબજ બ્યુટીફૂલ

Pay-upside-down-house

જયારે પણ આખી દુનિયામાં કઈક નવી વસ્તુ કે ક્રિએટિવ આઈડિયા આવે તો તેનો ખ્યાલ સૌપ્રથમ ચીનમાં જ આવે. ચીનના આર્કીટેક્ચરના માઈન્ડમાં આઈડીયાઓ પણ યુનિક જ હોય છે. ચાલો જાણીએ આ સ્ટોરી વિષે…

તાઇવાન ના હુઆસાન ક્રિએટિવ પાર્કમાં આર્કીટેક્ચરના એક જુથે ઉલટું-સુલટું ઘર બનાવીને પર્યટકોને ચોકાવી મુક્યા છે. આ ઘર સમગ્ર રીતે ઉલટું છે. આ ઘર ખાસ કરીને પર્યટકોને આકર્ષવા માટે બનાવવામાં આવ્યું છે.

આની ખાસ વાત એ છે કે જયારે તમે ઘરની અંદર ધુસશો ત્યારે તમને એવું ફિલ થશે કે તમે છતથી ઉલટા લટકાયા છો. જો તમે કોઈ નવું ઘર બનાવો તો નિશ્ચિતપણે તમે તેને યોગ્ય અને વ્યવસ્થિત બનાવો. પણ તાઇવાન ના આ ઘરમાં એવું નથી.

તાઇવાન માં આ યુનિક ઘર બનાવવા પાછળ આર્કીટેક્ચરે ખૂન પરસેવો પાડ્યો છે. આ ઘરનું નિર્માણ અમેરિકાની થીમ પર કરવામાં આવ્યું છે. આ નવીનતમ ઘરમાં એપ્લાયન્સીસ થી લઈને, રમકડાં અને માળ પણ ઊંઘા છે.

આ કલરફૂલ ઘરમાં ત્રણ માળ, એક માસ્ટર બેડરૂમ, બાથરૂમ અને એક ગેરેજ છે. આ ઘરની બહાર જે ત્રીજો દાદર છે તે તમને ડાયરેક્ટ ત્રીજા માળે પહોચાડી દેશે. આ ઘરમાં ડિઝાઈન ફર્નીચર્સથી લઈને ઉપકરણો સુધીની ઉપરાંત ઘરમાં લગાવવામાં આવેલ બધી વસ્તુઓ રીયલ છે.

તમને જણાવી દઈએ કે આ ઘરને બનાવવા માટે ૪.૧૨ કરોડનો ખર્ચો થયો છે. પર્યટકોને આકર્ષવા હેતુથી બનાવેલ આ ઘરને પર્યટકો ૧૨ જુલાઈ સુધી નિહાળી શકશે.

DSC_4684

DSC_4693

DSC_4710

Pay-upside-down-house (1)

Pay-upside-down-house (2)

Comments

comments


15,933 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 − 5 =