તમે બીમારી દુર કરવા માટે લોકો ને દવાઓ લેતા અથવા તો પાણી માં દવા ભેળવીને તેનાથી સ્નાન કરવા વિષે સાંભળ્યું હશે. પરંતુ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે લોકો ખાવા-પીવા ની વસ્તુઓ થી પણ સ્નાન કરતા હોય..??
તમે એવું જોયું હશે કે સાંભળ્યું હશે કે લોકો રેડ વાઈન, ચા, કોફી એવું બધું પીતા હોય. પરંતુ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે લોકો તેનાથી સ્નાન પણ કરતા હોય. આવું સાંભળીને તમને થોડું વિચિત્ર જરૂર લાગશે કે આ ખાવા પીવા ની વસ્તુ થી કઈ થોડું સ્નાન કરાય. તો ચાલો આના વિષે તમને થોડી ડીટેઇલ માં માહિતી આપીએ…
ખરેખર આવી વિચિત્ર જગ્યા જાપાન માં છે. Yunessun Spa એક એવું સ્પા છે જ્યાં લોકો રેડ વાઈન ની સાથે સાથે બીજી બધી પીવા લાયક વસ્તુઓ થી સ્નાન કરે છે અને સાથે સાથે તેને પીવાની પણ મજા માણી શકે છે. તો ચાલો જાણીએ આ સ્પા માં થતા અલગ અલગ સ્નાન વિષે…
શેક બાથ
શેક એ એક પ્રકારની જાપાની શરાબ છે. અને એવું માનવામાં આવે છે કે આ શરાબમાં સ્નાન કરવાથી તડકાના કારણે શરીર પર પડેલી કાળાશ ને દુર કરે છે.
ગ્રીન ટી બાથ
આ પ્રકારના બાથ થી શરીર ની ત્વચા એકદમ ખીલી-ખીલી લાગે છે અને જુવાન પણ દેખાઈએ છીએ.
રેડ વાઈન બાથ
એવું કહેવામાં આવે છે કે રેડ વાઈન થી સ્નાન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને સાથે સાથે શરીર ને નવી તાજગી પણ મળે છે.
કોફી બાથ
આ બાથ તમારી ઊંઘને તો ભગાવે જ છે અને સાથે સાથે તમારા શરીરમાં Cellulite નું પ્રમાણ પણ ઓછુ કરે છે.
નુડલ્સ બાથ
આ સ્પા માં લોકો નુડલ્સ થી પણ સ્નાન કરે છે. આનાથી સ્નાન કરવાના ફાયદા વિષે લોકો ને વધારે નથી ખબર, પરંતુ એવું કહેવામાં આવે છે કે તેનાથી ભૂખ વધારે લાગે છે.
છે ને એકદમ મજેદાર માહિતી, આને શેર કરી તમારા મિત્રો તથા સંબંધીઓ ને પણ જણાવો.