પૂર્વમાં આઠ વર્ષીય છોકરાને યજ્ઞોપવીત સંસ્કાર આપવામાં આવતા હતા. હિન્દૂધર્મમાં 16 સંસ્કારોને વધારે મહત્વ આપવામાં આવે છે. જનોઈને ધારણ કરવાની ફક્ત પરંપરા જ નહિ પણ વૈજ્ઞાનિક મહત્વની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ પણ છે. જનોઈને ઉપવીત, યજ્ઞસૂત્ર, વ્રતબંધન, મોનીબંધન અને બ્રહ્મસૂત્ર પણ કહેવામાં આવે છે. આપણા વેદોમાં પણ જનોઈનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
સામાન્ય ભાષામાં કહેવામાં આવે તો જનોઈ એક એવી પરમ્પરા છે જેના પછી કોઇપણ પુરુષ પરંપરાગત રીતે પૂજા કે ઘાર્મિક કામોમાં ભાગ લઇ શકે. પ્રાચીનકાળમાં જનોઈ ધારણ કર્યા બાદ જ બાળક શિક્ષા પ્રાપ્ત કરી શકતો હતો. આને ફક્ત બ્રાહ્મણ જ નહિ પણ હિંદુ સમાજના બધા વર્ગ ધારણ કરી શકે છે.
ઘાર્મિક મહત્વ
તમે જોયું જ હશે કે આ સેરેમનીમાં વ્યક્તિને ડાબા ખભાથી જમણી બાજુની તરફ કાચો દોરો બાંધવામાં આવે છે. આ સુત થી બનેલ પવિત્ર દોરો હોય છે. આને બાંધતી વેળાએ આમાં ત્રણ સુત્રો બોલવામાં છે. પ્રત્યેક સૂત્રમાં ત્રણ દોરા હોય છે. પહેલો દોરો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. બીજા દોરામાં દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણને દર્શાવાય છે. જયારે ત્રીજા દોરામાં સત્વ, રજ અને તનનું રૂપ હોય છે.
જબરદસ્ત ફાયદાઓ
* ઘાર્મિક રૂપે નિત્યક્રમ પહેલા જનોઈને કાનો પર બે વાર લપેટવી અનિવાર્ય છે. ખરેખર, આમ કરવાથી કાનના પાછળની બે નસનો સંબંધ પેટના આતરડા સાથે હોય છે. આ આતરડા પર દબાણ કરીને તેને ખોલે છે. આનાથી કબજિયાતની સમસ્યા નથી થતી અને આપણું શરીર હષ્ટપુષ્ટ રહે છે. કાન ના પાસેની એક નસથી મળ-મૂત્ર વિસર્જનના સમયે અમુક દ્રવ્ય નીકળે છે. જનોઈ તેના આ વેગને રોકે છે. જેનાથી કબજિયાત, એસીડીટી, પેટના રોગો, બ્લડ પ્રેશર અને હૃદય રોગ સહીત અનેક રોગોને નષ્ટ થાય છે.
* જન્મ-મરણના સુતક બાદ આને બદલવાની પરંપરા છે. જે મહિલાને બાળકો ન હોય તે પણ યજ્ઞોપવીત સંભાળી શકે છે. પરંતુ તેને દરમહિને માસિક શોચ બાદ બદલવી પડે છે.
* મૂત્ર વિસર્જનના સમયે ડાબા કાને જનોઈ લપેટવાથી શુક્રની રક્ષા થાય છે. જે પુરુષોને સ્વપ્ન દોષ હોય તેમને સુતા સમયે કાન પર જનોઈ લપેટીને સુવું. માનવામાં આવે છે કે સ્વપ્ન દોષની સમસ્યાથી મુક્તિ મળી જાય છે.
* જનોઈ ધારણ કર્યા બાદ તે વ્યક્તિને તેમના વિચારમાં, શબ્દમાં અને કામોમાં નિર્મળતા હોવી જોઈએ. આ બાળકોની શિક્ષા સાથે સંબંધ ધરાવે છે.
* આદિત્ય વાસુ, રુદ્ર, અગ્નિ, ધર્મ, વેદ, સોમ, અનિલ વગેરે બધા દેવતાઓનો વાસ ડાબા કાનમાં થાય છે. તેથી ડાબા કાનને ડાબા હાથે ફક્ત સ્પર્શ કરવાથી આચમન ફળ મળે છે.
* રીચર્સમાં મેડીકલ સાઈન્સ અનુસાર જનોઈ ધારણ કરનારને હૃદય રોગ અને બ્લડ પ્રેશરનો ભય અન્ય લોકો કરતા ઓછો રહે છે. જનોઈ તેના શરીરના લોહીના પ્રવાહને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. આને ઘારણ કરવાથી આધ્યાત્મિક ઊર્જા પણ મળે છે. આમાં ભગવાનનો વાસ થાય છે.
* જનોઈથી પવિત્રતા નો અહેસાસ થાય છે. આ મનને ખરાબ કાર્યોથી રોકે છે. ખભા પર જનોઈ છે, એનો અહેસાસ હોવાને કારણે મનુષ્ય ભ્રષ્ટાચારથી દુર રહે છે.
* ત્રીગુણાત્મક શક્તિથી યુક્ત યજ્ઞોપવીત ઋગ, યાઝૂ અને સામથી રક્ષણ કરે છે.