જાણો છો… નદી પાસેથી પસાર થતા કેમ નાખવામાં આવે છે તાંબાના સિક્કાઓ ?

8754c56fb849f8bb62-74088281

તમે જાણતા જ હશો કે લોકો યાત્રા કરતા સમયે બસ-ટ્રેનમાં બેઠા હોય ત્યારે નદી આવતા જ તેમાં સિક્કાઓ નાખે છે. આવું તમે ઘણીવાર જોયું હશે. મોટા મોટા જળાશયો એક પવિત્ર નદીઓમાં લોકો સિક્કાઓ નાખે છે. આ ભારતીય સંસ્કૃતિની એક પરંપરા પણ છે.

આનું પહેલુ કારણ એ છે કે પ્રાચીન સમયમાં ચાંદી અને તાંબાના સિક્કા હતાં. ત્યારે નદી કે જળાશયોમાં લોકો સિક્કાઓ નાખતા હતા. આને દેવીય સ્વરૂપે ભેટ ચડાવવાની રીત કહેવાય છે.

આયુર્વેદનું કહેવું છે કે તાંબાના વાસણમાં નાખેલ પાણી પીવાથી સ્વાસ્થ્ય ઠીક રહે છે. નદીમાં તાંબાનો સિક્કો નાખવાથી પાણી શુદ્ધ બને છે. બધા ઘર્મોમાં દાનને મુખ્ય અંગ માનવામાં આવે છે. શાસ્ત્રોનુંસાર આ પુણ્ય કર્મ છે અને આનાથી ઈશ્વરની કૃપા થાય છે.

આ પરંપરામાં કોઈ અંધવિશ્વાસ નથી પણ પાણીના શુધ્ધીકરણ માટે જ આ પરંપરા બનાવાય છે. આ પ્રકારનું જળ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. એ જ કારણ છે કે લોકો જળાશય, નદીમાં તાંબાના સિક્કા નાખે છે. તેથી તે જળને શુદ્ધ કરે. આ બીજું કારણ છે. અમુક જ્યોતિષની માન્યતાઓ મુજબ જો વહેતા પાણીમાં ચાંદીનો કે તાંબાનો સિક્કો નાખવામાં આવે તો અશુભ ચંદ્રનો દોષ દુર થાય છે.

Comments

comments


12,020 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 1 =