ખુબજ ફેમસ સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’, જે તમને હાસ્ય અને મનોરંજન પૂરું પાડે છે અને તેમાં કલાકારો પણ ખૂબજ ટેલેન્ટેડ છે. બધા લોકો આ સિરિયલને ખુબ જોવાનું પસંદ કરે છે. પણ, શું તમે આ એક્ટર્સના અભ્યાસ વિષે જાણો છો ખરા? આજે અમે તમને આ સિરિયલના સ્ટાર કાસ્ટના અભ્યાસ વિષે જણાવવાના છીએ. તો ચાલો જાણીએ…
જેઠાલાલ ગડા – દિલીપ જોશી
આ પાત્ર જેને પ્લે કરે છે અભિનેતા દિલીપ જોશી, જેની પાસે વાણિજ્ય માં સ્નાતક (કોમર્સ માં ગ્રેજ્યુએટ) ની ડીગ્રી હાસિલ છે. આ ઉપરાંત તેઓ બેસ્ટ એક્ટરનો એવોર્ડ ઇન્ડિયન નેશનલ થિયેટરમાં બે વખત જીતી ચુક્યા છે. જે તેમણે કોલેજ ના દિવસો દરમિયાન જીત્યો હતો.
દયા બેન – દિશા વાકાણી
દિશા વાકાણી, આ સિરિયલમાં ખુબ જ અદ્ભુત પાત્ર ભજવે છે. શું તમે દિશા વાકાણી ની એજ્યુકેશન કવોલીફિકેશન વિષે જાણો છે? તેણીની પાસે ડ્રામા (નાટક) માં ડિપ્લોમા ની ડીગ્રી છે.
બબીતા ઐયર – મુનમુન દત્તા
આ કેરેક્ટરને પ્લે કરે છે મુનમુન દત્તા, જેણે ઇંગલિશ માં માસ્ટર્સ ડીગ્રી મેળવી છે.
ક્રિષ્ણન સુબ્રમણ્યમ ઐયર – તનુજ મહાશબ્દે
તનુજ મહાશબ્દે આ સિરિયલમાં એક સાયન્ટિસ્ટ નો રોલ ભજવે છે. તેઓ મરીન કોમ્યુનિકેશન માં ડિપ્લોમા ધરાવે છે.
ચંપકલાલ ગડા – અમિત ભટ્ટ
અમિત ભટ્ટે કોમર્સ માં ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું છે.
પોપટલાલ પાંડે – શ્યામ પાઠક
પોપટલાલ એક જર્નાલિસ્ટ છે, જે હંમેશા પોતાના લગ્નને કારણે ચિંતિત રહેતા હોય છે. પોપટલાલ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જે પોતાની માતાના કહેવા મુજબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા હતા પરંતુ વાસ્તવમાં તેમની પેશન એક્ટિંગ છે.
તારક મહેતા – શૈલેષ લોઢા
આ પાત્રને આધારે જ સીરીયલ નું નામ રાખવામાં આવ્યું છે, જે સીરીયલમાં એક જાણીતા કવિ છે અને તેઓએ સાયન્સમાં ગ્રેજ્યુએટ અને માસ્ટર્સમાં માર્કેટિંગની એજ્યુકેશન ક્વોલીફીકેશન ધરાવે છે.
અંજલી મહેતા – નેહા મહેતા
તારક મહેતાની પત્નીની ભૂમિકા અંજલી મહેતા નિભાવે છે. તેણીએ માસ્ટર્સ ઇન પર્ફોર્મિંગ આર્ટસ (MPA) કર્યું છે. આ ઉપરાંત તે ડ્રામા માં ડિપ્લોમા ધરાવે છે અને ભારતનાટ્યમ માં નિષ્ણાત છે.
માધવી ભીડે – સોનાલીકા જોશી
તેણીએ આર્ટ્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે.
આત્મા રામ ભીડે – મંદર ચંદવડકર
સીરીયલ માં લોકોને શિક્ષા આપતા આત્મા રામ ભીડે ને તમે જોયા જ હશે. પણ શું રીયલ લાઈફમાં તેઓ કેટલુ ભણ્યા છે તે જાણો છો? આત્મા રામે દુબઈમાં ત્રણ વર્ષ મિકેનિકલ એન્જિનયર ની સ્ટડી કરી છે અને તેઓ દેશમાં પરત ફર્યા અભિનેતા બનવા માટે. તેઓ જણાવે છે કે એકટર બનવું તેમનું સપનું હતું.
બાઘા – તન્મય વેકરીયા
તન્મએ કોમર્સ માં ગ્રેજ્યુએટની ડીગ્રી પ્રાપ્ત કરી છે.
નટુ કાકા – ધનશ્યામ નાયક
ઘનશ્યામ નાયકે માત્ર 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.
સુંદરલાલ – મયુર વાકાણી
મયુર વાકાણી એ માસ્ટર્સ ઓફ આર્ટ્સ ઇન્ડિયન કલ્ચર અને તેઓ ડ્રામામાં ડિપ્લોમા ની ડીગ્રી ધરાવે છે.
રોશન સિંઘ સોઢી – ગુરુચરણ સિંહ
ગુરુચરણ સિંહ ફાર્મસી ની ડિગ્રી ધરાવે છે.
શ્રીમતી રોશન સિંઘ સોઢી – દીલ્કુશ
દીલ્કુશે અર્થશાસ્ત્ર માં ગ્રેજ્યુએટ પ્લસ ડિપ્લોમા માં ક્રિએટિવ વ્રાઇટીગ ની સ્ટડી કરી છે.
અબ્દુલ – શરદ સંકળા
શરદ સંકળા એ અબ્દુલ નું કેરેક્ટર પ્લે કરે છે. તેમણે B.Com ના બીજા વર્ષ સુધી સ્ટડી કરી છે.