જાણો, ક્રિસમસ ના પાવન ફેસ્ટીવલ વિષે….

36560782-christmas-pictures

‘ક્રિસમસ’ ઈસાઈ ઘર્મના લોકોનો સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પ્રત્યેક વર્ષ ‘ક્રિસમસ’ સમગ્ર વિશ્વમાં ૨૫ ડીસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ તહેવાર મનાવવાનું પ્રમુખ કારણ એ છે કે આ દિવસે ‘ઈસા મસીહ’ નો જન્મ જન્મદિવસ હતો. આને બીજા અર્થમાં ‘સૌથી મોટો દિવસ‘ કહેવામાં આવે છે.

‘ક્રિસમસ’ શબ્દની ઉત્પત્તિ ‘ક્રાઇસ્ટેસ માઈસે’ અથવા ‘ક્રાઇસ્ટેસ માસ’ નામના શબ્દથી થઇ છે. એવો અનુમાન છે કે પહેલીવાર ક્રિસમસ રોમ માં ઈ.સ 336 માં મનાવવામાં આવી હતી.

માનવામાં આવે છે કે પ્રભુએ ‘મેરી’ નામની કુવારી છોકરી પાસે ગેબ્રિયલ નામનો દેવદૂત મોકલ્યો. ગેબ્રિયલે મેરીને જણાવ્યું કે તે પ્રભુના પુત્રને જન્મ આપશે તથા આ બાળકનું નામ ‘જીસસ’ રાખવામાં આવશે. તે મોટા થઈને રાજા બનશે તથા તેમના રાજ્યની કોઈ સીમાઓ નહિ હોય.

Christmas-in-Goa

ક્રિસમસ દરમિયાન પ્રભુની પ્રસંશા માટે લોકો ‘કેરોલ’ ગાઇ (ખ્રિસ્તીનું ગીત) છે. આ પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે. લોકો પોતાના ઘરોને ઝાડથી સજાવે છે તથા દરેક ખૂણે કેન્ડલ સળગાવે છે. આ ખુશી નો દિવસ છે તેથી લોકો એકબીજા સાથે ક્રિસમસ પાર્ટીની કેક કાપે છે.

લોકો વિશેષ રૂપે ચર્ચમાં જઈને પ્રભુ ‘જીસસ’ ના દર્શન કરે છે અને અમીર-ગરીબનો ભેદભાવ છોડી લોકો પાર્ટી કરે છે. આ તહેવારમાં ‘ક્રિસમસ ટ્રી’ ને સજાવવાનું (રંગબેરંગી બોલ્સ, શાઈની સ્ટાર્સ, ચોકલેટ્સ, લાઈટીંગ વગેરે…) પણ વિશેષ મહત્વ છે. યુરોપિયન દેશોમાં આની સજાવટ જોતા જ બને.

Ornaments-Trees

ક્રિસમસ ના પંદર દિવસ પહેલા જ લોકો આ ફેસ્ટીવલ ની શરૂઆત કરી દે છે. જેમકે ચર્ચની સાફસફાઈ-સજાવટ, શોપિંગ, ઘર સજાવટની સામગ્રીઓ, ઘરની સફાઈ, ગીફ્સ અને ઘણું બધું… આ દિવસે સવારે ચર્ચમાં ભવ્ય પ્રાર્થના થાય છે. ક્રિસમસ ના દિવસે પાર્ટી અને ખાનપાન તો ભરપુર હોય છે પણ આનું અસલી વ્યંજન કેક, ચોકલેટ્સ અને પેસ્ટ્રી છે.

આ ત્રણ વસ્તુ વગર આ તહેવાર બિલકુલ અધુરો છે. આ દિવસે એકબીજાને ભેટ આપવી, ક્રિસમસ કાર્ડ આપવું, ભોજન આપવું, ઈસાઈ ભજન અને ગીત ગાવા વગેરે રીવાજ છે.

Merry-Christmas-Cake-with-Santa

આ દિવસે ભગવાન ઈશુ ઘરતી પર આવ્યા હતા અને તેમને દિન-દુઃખીઓને ગળે લગાવ્યા હતા. બધાને પ્રેમનો પાઠ શીખવ્યો હતો. ક્ષમા અને સહનશીલતા ની શિક્ષા આપી. તેથી ક્રિસમસ નો દિવસ મહાન ગણાય છે.

આમાં બાળકોનું પણ ભરપુર મનોરંજન થાય છે. હો..હો..હો કરતા લાલ-સફેદ કપડામાં સફેદ દાઢી સાથે આવતા સાંતા ક્લોઝને તમે જોયા જ હશે. બાળકો આને ‘ક્રિસમસ ફાધર’ ના નામે પણ બોલાવે છે. આ બાળકોને ગીફ્ટ અને ચોકલેટ આપે છે.

christmas-party-themes

આજથી દોઢ હજાર વર્ષ પહેલા જન્મેલ ‘સંત નિકોલસ’ ને અસલી સાંતા અને સાંતા જનક માનવામાં આવે છે. જોકે, સંત નિકોલસ અને જીસસ ના જન્મનો કોઈ સીધી અર્થ નથી છતા પણ આજના સમયમાં સાંતા ક્લોઝ ક્રિસમસ નો અહંમ ભાગ છે. સંત નિકોલસ જીસસમાં ખુબ જ આસ્થા રાખતા હતા. આમના વગર આ તહેવાર અધુરો લાગે.

theme-christmas

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,372 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 1 =