આજકાલ ક્રિકેટર્સના ‘ટેટુ’ નો ક્રેઝ વધી રહ્યો છે. એટલે કે ક્રિકેટર્સને જોઇને લોકોમાં પણ ‘ટેટુ’ નો ક્રેઝ વધી રહ્યો છે. ક્રિકેટર્સનો ટેટુ પ્રત્યેનો લવ તેમના ફેંસને ખુબ પસંદ આવી રહ્યો છે. ચાલો જાણીએ કયા કયા ક્રિકેટર્સ એ ટેટુ પડાવ્યા છે.
શિખર ધવન
શિખર ધવન અને તેની અડધી બેંગોલી અને હાફ ઓસ્ટ્રેલિયન પત્ની આયેશા મુખર્જીએ પણ ટેટુ બનાવ્યું છે. શિખરના ખભા પર આદિવાસીનું અને પક્ષીના ટેટુઝ બનેલ છે.
માઈકલ ક્લાર્ક
ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ કલાર્કે ડાબા હાથમાં અરબી શબ્દોમાં પોતાના પસંદગીના શબ્દોમાં ટેટુ પડાવ્યું છે. આ શબ્દ જસ્ટિન લેન્જર દ્વારા બોલવામાં આવે છે. જેણે કલાર્કે અરબી ભાષામાં ટ્રાન્સલેટ કરીને પડાવ્યું છે. ઉપરાંત કલાર્કે પોતાના માતા-પિતાના નામથી પણ ટેટુઝ બનાવ્યું છે.
વિરાટ કોહલી
ભારતીય ટીમના ઉપ-કપ્તાન અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઇઝ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી પોતાના ટેટુને લીધે વિશેષ લોકપ્રિય છે. વિરાટ કોહલી ટેટુ અને હેરસ્ટાઇલ ના શોખીન છે. તેમણે ચાર વાર ટેટુ બનાવ્યા છે. ચાઈનીઝ સમુરાઇ યોદ્ધા વાળું ટેટુ તેમને ખુબજ પસંદ છે.
વિરાટ કોહલીના હાથમાં મોટી મોટી અલગ ડીઝાઇનમાં ટેટુઝ છે અને તેઓ તેમને શેર પણ કરતા રહે છે. વિરાટની બોડી પર જેટલા પણ ટેટુઝ છે તેમના અલગ અલગ અર્થ નીકળે છે. કોહલીએ પોતાના હાથમાં તેના માતા-પિતાના નામથી પણ હિન્દીમાં ટેટુ પડાવ્યા છે.
જયારે પહેલી વાર વિરાટે ટેટુ પડાવ્યું હતું ત્યારે તેમના કોચ રાજકુમાર શર્મા તેમને ખુબ ખીજવાયા હતા.
અંબાતી રાયડુ
ક્રિકેટમાં બેડ બોય તરીકે ની પહેચાન બનાવેલ અંબાતી રાયડુ પણ ટેટુ લવર્સ છે. તેની ડોક પર કબુતરનું ટેટુ બનેલ છે.
ક્રિસ ગેલ
ક્રિકેટની દુનિયામાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે પોતાના બંને હાથમાં ટેટુ પડાવી રાખ્યા છે.
રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજાએ પોતાના બેક શોલ્ડર પર પોતાના નામનું જ ટેટુ બનાવ્યું છે. આ ઉપરાંત તેમની પીઠ પર ડ્રેગનનું ટેટુ છે.
લસિથ મલિંગા
ક્રિકેટ જગતમાં સૌથી લોકપ્રિય અને પોતાના માથાની અનોખી હેરસ્ટાઇલને કારણે લસિથ મલિંગા ફેમસ છે. તેમને પોતાના બંને હાથમાં તારીખ ના ટેટુઝ બનાવડાવ્યા છે. આમાંથી એક તરીક એ છે જયારે તેઓ શ્રિલંકાની ટીમ માટે પહેલીવાર રમ્યા હતા. બીજી તારીખ એ છે જયારે તેમને વારંવાર ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી. આ ઉપરાંત જમણા હાથમાં તેમની પત્નીનું નામ લખાવ્યું છે.
મિશેલ જોહ્ન્સન
ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિશેલ જોહ્ન્સને પોતાના જમણા હાથે ‘જાપાનીઝ કોઈ ચેરી બ્લોસમ’ (એક પ્રકારનું ફૂલ) અને ડાબી બાજુની છાતીએ સિંહની આકૃતિમાં ટેટુ બનાવ્યું છે. આનો અર્થ એ છે કે તેઓ હંમેશા લકી રહેશે. તેમનું પણ માનવું છે કે આ ટેટુ તેમના માટે લકી સાબિત થાય છે.