જાણો… કોથમીર ના અનેકવિધ ફાયદાઓ

coriander_in_a_closeup

લગભગ બધા જ ભારતીયોના ઘરમાં કોથમીર હોય છે. ભોજનમાં સ્વાદ વધારનાર કોથમીર દુનિયાભર માં ફેમસ છે. ભારતીય રસોઈમાં આનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ ફક્ત સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી પરંતુ આમાં ઔષધીય ગુણધર્મો પણ ભરપૂર માત્રામાં રહેલ છે. આને અંગ્રેજીમાં ‘કોરીયાન્ડર’ નામના શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે. આ રહ્યા તેના ફાયદાઓ….

ત્વચાની સમસ્યા

itch2

કોથમીર ના પાન ખાવાથી ત્વચાની સમસ્યા દુર થાય છે. આમાં એન્ટી ફંગલ,  એન્ટી સેપ્ટિક અને ડિટોકસીફાઈંગ જેવા ગુણધર્મો જોવા મળે છે. ત્વચામાં આવતી ખંજવાળને દુર કરવા કોથમીર ખુબ જ બેનિફિશિયલ છે. જે જગ્યાએ તમને ખંજવાળ આવતી હોય ત્યાં કોથમીરની પેસ્ટ બનાવીને લગાવવી. આ ત્વચાની વિભિન્ન સમસ્યા જેમકે ખરજવું, શુષ્કતા અને એલર્જી થી રાહત આપે છે.

ડાઈજેસ્ટિવ સિસ્ટમ ઠીક કરે

Ch-DMgGVAAEUkjE

આ ડાઈજેસ્ટિવ સિસ્ટમ (અપચો) ને દુર કરે છે. આના લીલા પાંદડા પિત્તનાશક હોય છે. પિત્ત અથવા કફની સમસ્યા થાય ત્યારે એક ચમચી કોથમીરના ગ્રીન લીવ્સનું સેવન કરવું. કોથમીરમાં વિટામીન સી, વિટામીન કે અને પ્રોટીનનું પણ સારું પ્રામણ હોય છે.

આંખ માટે બેનિફિટ

aankho-ke-liye-labhdayak-650x433

કોથમીર માં વિટામિન ‘એ’ પ્રચુર માત્રામાં હોય છે. તેથી કોથમીરની ચટણી નિયમિત રૂપે ખાવાથી આપણી આંખો માટે ફાયદાકારક નીવડે છે. આમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, ખનિજ પદાર્થ જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, થીયામીન, પોટેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે.

વિકનેસ દુર કરે

Fotolia_58444981_Subscription_Monthly_M

જો તમને શરીરમાં થાક અને નબળાઇ વધારે મહેસૂસ થાય છે તો તમે બે ચમચી કોથમીરના રસમાં 10 ગ્રામ ખાંડ અને અડધી વાટકી પાણી મિક્સ કરીને સવાર સાંજ પી લો. તેનાથી શરીરમાં ઉર્જા મળશે અને તમે આખો દિવસ તરોતાજા રહેશો.

ડાયાબિટીસમાં ફાયદાકારક

pari

કોથમીરને ડાયાબિટીસનો નાશ કરનાર પણ કહેવાય છે. ડાયાબિટીસથી પીડાતા લોકો માટે આ વરદાન સમાન છે. આના નિયમિત સેવનથી બ્લડમાં સંતુલન જળવાઈ રહે છે. આમાં રહેલ વિટામીન અલ્ઝાઇમરની બિમારી માટે ફાયદાકારક છે.

ખીલની સમસ્યા દુર

acne-treatments-2365

કોથમીર માં Antiseptic અને antioxidants નામના તત્વો મળી આવે છે. જે આપણી ત્વચા માટે ફાયદાકારક છે. જો તમારા ચહેરા પણ વારંવાર Pimples આવે તો બે ચમચી કોથમીર પીસીને તેમાં અડધી ચમચી ગ્લિસરીન મેળવીને ચહેરા પર લગાવવાથી એક્ને ની સમસ્યા દુર થાય છે.

પેશાબ સાફ કરે

download

જો તમને પેશાબ પીળો આવતો હોય તો સુકાયેલ કોથમીરને પીસીને એક ગ્લાસ પાણીમાં બે ચમચી પીસેલ કોથમીરનો પાવડર નાખીને પાંચ થી સાત મિનીટ સુધી ઉકાળવું. આ પાણી ઠંડુ થાય એટલે સવાર સાંજના સમયે પીવું આનાથી તમારો પેશાબ સાફ થઇ જશે.

અન્ય લાભ

ટાઈફોઈડ માં પણ કોરીયાન્ડર ઉપયોગી છે, ટાઈફોઈડ ની બીમારી થાય એટલે આના લીવ્સનું સેવન કરવું.

માસિકધર્મ માં છ ગ્રામ સુકા ધાણાના બીજ ને અડધા લીટર પાણીમાં ઉકાળવા. પાણી અડધું થાય એટલે થોડી ખાંડ નાખીને ગરમ પીવું.

સાંધામાં દુ:ખાવો હોય તો આર્થરાઇટિસ થવા પર કોથમીરનો લેપ ઘણો લાભદાયક હોય છે.

Summer Season માં લૂ થી બચવા માટે આને પીસીને રસ પીવો.

માથામાં વાળ ખરવા લાગે તો કોરીયાન્ડર નું જ્યુસ કરીને પીવું.

જો ઊંઘ આવતી ના હોય તો કોથમીરમાં ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો અને બે ચમચી સવાર સાંજ પાણી સાથે પીવો. થોડાં જ દિવસોમાં તેની અસર જોવા મળશે.

Comments

comments


16,995 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 9 =