જાણો… કેસરથી થતા ફાયદાઓ, જે મટાડશે અનેક રોગોને!

saffron-hair-benefits

ખાવામાં સ્વાદિષ્ટ કેસરના છે મોટા મોટા ફાયદાઓ. તમે આને વિભિન્ન વ્યંજનોમાં પણ નાખી શકો છો.  કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે. એ તો લગભગ બધા જ જાણતા હશે. કેસર એક સુગંધ આપનાર પદાર્થ છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમ ના નામે ઓળખવામાં આવે છે. કેસરની ખેતી મોટાભાગે સ્પેઇન, ઇટાલી, ગ્રીસ, તુર્કીસ્તાન, ઈરાન, ચાઇના અને ભારતમાં થાય છે.

કેસરનું વૃક્ષ વિશ્વમાં સૌથી કીમતી છે. ભારતમાં સેફ્રોનનું ઉત્પાદન જન્નત-એ- કાશ્મીરના વિસ્તારમાં થાય છે. જાણો આના ફાયદાઓ…

* ઉપચાર માં આને ઉષ્ણવીર્ય, ઉત્તેજક, રક્તસ્ત્રાવજનક, દીપક, પાચક, વાત-કફ-વિનાશક અને વેદનાસ્થાપક માનવામાં આવે છે.

* પરંપરાગત રીતે માનવામાં આવે છે કે કેસર ચીકીત્સા ગુણોથી સમૃદ્ધ છે. પેટ સંબંધિત બીમારીઓના ઈલાજમાં કેસર ખુબજ ફાયદાકારક છે. અપચો, પેટમાં દુખાવો અને પેટમાં મચકોડ વગેરે જેવી સમસ્યાથી કેસર છુટકારો આપે છે.

* સેફ્રોનના ઉપયોગથી રૂપ અને સ્વાસ્થ્ય સુધરે છે.

* શુદ્ધ કેસર તેજસ્વી લાલ અને નારંગી રંગના રેશા વાળું હોય છે. સેફ્રોન ‘ક્રોકસ સેટ્ટીવમ’ નામના વૃક્ષની નાની નાજુક પાંખડીઓમાં હોય છે.

saffron_flower_3097101k

* ચંદનને કેસરની સાથે ઘસીને માથા પર લેપ લગાવવાથી મગજમાં શાંતિ મળે છે અને મગજ રીલેક્સ ફિલ કરે છે. આના લેપથી મગજ તેજ બને છે.

* મહિલાઓ માટે પણ આ ખુબ ફાયદેકારક છે, જેમ કે માસિક ચક્રમાં અનિયમિતતા અને ગર્ભાશયમાં સોજો વગેરે સમસ્યામાં કેસરનું સેવન ફાયદાકારક નીવડે છે.

* પેઢામાં આવેલ સોજો કે પેઢામાંથી નીકળતું લોહીને કેસર મટાડે છે. તથા મોઢાની અને જીભની સમસ્યા પણ દુર કરે છે.

* દૂધમાં કેસર નાખીને પીવાથી કાળી ચામડી દુર થઇ સફેદ ત્વચા બને છે.

* કેસર એકાગ્રતા, સ્મરણ શક્તિ અને રિકોલ ક્ષમતાને પણ વધારે છે.

* બાળકોને શરદી અને ફલૂની સમસ્યા હોય તો કેસર વાળું દૂધ પીવડાવવાથી શરદી અને ફલૂથી આરામ મળે છે.

Saffron-Milk-500x262

* આયુર્વેદના અનુસાર કેસર કામશક્તિને વધારે છે. આ મૂત્રાશય, બરોળ, યકૃત (લીવર), મગજ અને આંખોની સમસ્યામાં લાભદાયી છે. બળતરાને દુર કરવાનો ગુણ પણ કેસરમાં જ છે.

* કેસર મગજ અને નર્વસ સિસ્ટમ માટે કોઈ વરદાનથી કમ નથી. રોજ રાત્રે સુતા પહેલા દુઘના ગ્લાસમાં કેસર નાખીને પીવાનું ન ભૂલવું. કારણકે આના બેમિસાલ ફાયદાઓ છે. ઉપરાંત આમાં કેલ્શિયમ, વિટામીન અને પ્રોટીન નો સારો એવો જથ્થો મળી આવે છે, જે આખા શરીરને સ્વસ્થ રાખે છે.

* કેસરને નારિયેળના તેલમાં નાખીને ૧૦ થી ૧૫ મિનીટ સુધી માથામાં માલીશ કરવાથી ખરતા વાળ દુર થાય છે. આ ટીપ્સ ની મદદથી ખરતા વાળની સમસ્યા દુર થશે.

Saffron-Oil-Benefits-Uses

* આયુર્વેદ અનુસાર પ્રાચીન સમયમાં સુંદર ત્વચા મેળવવા માટે મહિલાઓ કેસરનો ઉપયોગ કરતી હતી. આ ચહેરના કાળા દાગને હટાવીને સ્પાર્કલિંગ ત્વચા બનાવે છે. ઉપરાંત આખોની આસપાસ થતા કાળા કુંડાળાઓ અને વ્રીન્કલ્સને પણ હટાવે છે.

* કિડની અને પિત્તાશય માટે સેફ્રોન ખૂબ ફાયદાકારક છે. આ મૂત્રાશય અને યકૃત સંબંધી સમસ્યાથી છુટકારો આપે છે. આ બ્લડ શુદ્ધિકરણ પણ કરે છે.

* કેસર, હળદર અને દુઘનું ફેસપેક બનાવીને અઠવાડિયામાં બે વખત મોઢે લગાવવું. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકશે.

670px-Make-and-Apply-a-Saffron-Face-Mask-Step-5

Comments

comments


10,454 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 6 =