‘બાદામી’ એટલે રેતીના પથ્થરો થી ઘેરાયેલ ગુફાઓ. ‘બાદામી’ કિલ્લાઓ માટે પણ વિશ્વવિખ્યાત છે. બાદામી એ કર્નાટકના બાગલકોટ જીલ્લામાં સ્થિત એક પ્રાચીન શહેર છે.
પ્રાચીન ભારતમાં ‘વાતાપી’ ના નામથી વિખ્યાત બાદામી ક્યારેક ચાલુક્યો વંશની રાજધાની હતી. અહીના મહાન મંદિરો નિર્માતાઓ ના રૂપે પ્રસિદ્ધ ચાલુક્યોને ગુફાઓ કાપીને જે મંદિરો બનાવ્યા હતા તે વિશ્વપ્રસિદ્ધ સ્થળોની શ્રેણીમાં આવે છે.
બાદામી પોતાના પાષાણ શિલ્પ કલાના મંદિરો માટે પ્રસિદ્ધ છે. બાદામી નું મુખ્ય અટ્રેક્શન અહી રહેલ ગુફાઓ જ છે. જોકે, આસપાસ પણ પર્યટકોને ફરવાના સ્થળો આવેલ છે. બાદામીની ચાર ગુફાઓ માંથી બે ગુફાઓ ભગવાન વિષ્ણુ, એક ગુફા ભગવાન શિવ અને એક ગુફા જૈન ધર્મ સબંધિત છે.
પહાડોને કાપીને લાલ રંગોથી બનાવવામાં આવેલ આ ગુફાઓ પોતાની સુંદરતાને કારણે પ્રખ્યાત છે. અહી પથ્થરોની અંદર અદ્ભુત નકશીકામ કરેલ છે. ૧૯૭૯માં બાદામી અને તેની આસપાસની જગ્યાએ શોધ કરતા મળેલ સામગ્રીઓ, મૂર્તિઓ, અભિલેખો, પુતાતાત્વીય અંશોનો સંગ્રહ અને પરીરક્ષણ કરવા માટે અહી એક મૂર્તિશાળા બનાવવામાં આવી હતી.
બાદમાં આને વર્ષ ૧૯૮૨માં એક પૂર્ણરૂપેણ સ્થળ સંગ્રહાલય ના રૂપે પરાવર્તિત કરવામાં આવ્યું હતું. બાદામી માં બનેલ ભવ્ય પૌરાણિક કેવ્સ (ગુફા) ને એકવાર ચોક્કસ જોવી જ જોઈએ.