ભગવાનને ભોગ ચઢાવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. છપ્પન ભોજ અર્પણ કરીને લોકો પ્રભુને પ્રસન્ન કરે છે. પ્રસાદમાં બધા દેવી-દેવતાની અલગ અલગ પસંદગી હોય છે.
આપણા હિંદુ ધર્મમાં ભગવાન ને પ્રસાદ ચઢાવવાની પરંપરા છે. પ્રભુને અલગ અલગ પ્રસાદ ધરાવી લોકોને પોતાની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક મળે છે. ભક્તો ભગવાનની સામે પોતાની શ્રદ્ધા દર્શાવવા મીઠાઈઓ કે અન્ય વસ્તુઓનો ભોગ ચઢાવે છે.
* લક્ષ્મીજી ને ઘનની દેવી માનવામાં આવે છે. લક્ષ્મીજીને પીળા અને સફેલ રંગની મીઠાઈઓ અતિ પ્રિય છે. ઉપરાંત તેમને કેસર પણ પ્રિય છે. લક્ષ્મીજીનો આ મનપસંદ ભોગ ચઢાવવાથી ભક્તોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
* વિષ્ણુ ભગવાનને ખીર અને રવાનો શિરો ખુબજ પ્રિય છે. તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેથી તેમના ભક્તો વિષ્ણુ દેવને પ્રસન્ન કરવા આ વસ્તુઓ અર્પણ કરે છે.
* ગણપતિ દાદા ને લાડુ અતિ પ્રિય છે. તેથી તેમને પ્રસન્ન કરવા તમે લાડુનો ભોગ ચઢાવી શકો છો. ઉપરાંત બાપાને ઘી, મોતીચૂર, નારિયેળ અને બેસનના લાડુ પણ પસંદ છે.
* નંદ કનૈયાલાલ શ્રીકૃષ્ણને માખણ અને મિશ્રી પસંદ છે. જયારે તમે કૃષ્ણ માટે પ્રસાદ કરો ત્યારે માખણનો ભોગ ચોક્કસ ચઢાવવો.
* સત્યનારાયણ ભગવાનની પૂજામાં તેમને રવાના લોટનો શિરો અર્પણ કરવો.
* ભોળાનાથ ને ભાંગ અને પંચામૃત પસંદ છે. ઉપરાંત તેમને દૂધ, ધતુરો, શેરડીનો રસ, આકડો, બિલ્વપત્ર, ચંદન અને ફૂલો પણ અર્પણ કરવામાં આવે છે. શિવરાત્રીના દિવસે ભોળાનાથને ભાંગ ચોક્કસપણે અર્પણ કરવી. આનાથી શંકર ભગવાન તમારા પર પ્રસન્ન થશે.
* દુર્ગા દેવીને શક્તિના દેવી માનવામાં આવે છે. તમે તેમને ખીર, હલવો, માલપુઆ, કેળા અને પૂરણપોળીનો ભોગ અર્પણ કરી શકો છો.
* શ્રીરામ ને ભાત, ખીર વગેરે પ્રસાદ પસંદ છે.
* અન્નપૂર્ણા માતાને ખીરનો પ્રસાદ પસંદ છે. તેથી ખીર અર્પણ કરીને અન્નપૂર્ણા દેવીને કરો પ્રસન્ન.
* જ્ઞાનના દેવી સરસ્વીને દૂધ, પંચામૃત, દહીં, માખણ અને સફેદ તલના લાડુ પસંદ છે. સરસ્વી માતાને આ વસ્તુનો પ્રસાદ અર્પણ કરવાથી તમારામાં પણ જ્ઞાન અને વિકાસ આવશે.
* મહાકાળી માતાને હલવો અને પૂરીનો પ્રસાદ પસંદ છે. ઉપરાંત તમે જલેબીનો પ્રસાદ પણ ચઢાવી શકો છો.