જાણો…. કમજોરી દુર કરવાના સરળ ઉપાયો

ZhENSchINa_V_DEPRESSII_1

દિવસ માં લગાતાર કામ કરવાથી અને ખાવા-પીવામાં યોગ્ય ઘ્યાન ન આપવાથી શરીરમાં કમજોરી એટલેકે દુર્બલતા આવી જાય છે. આનો ઉપાય ઘરમાં જ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે અહં જણાવવામાં આવેલ ઘરેલું નુસખાઓ નો ઉપયોગ કરી શકો છો.

*  આ સમસ્યા માટે કેળા ખાવા ફાયદાકારક છે. આને પ્રાકૃતિક શુગરનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. આનાથી શરીરને ઘણીબધી ઊર્જાઓ મળશે. આમાં પોટેશિયમ રહેલ હોય છે જેનાથી શરીરને એનર્જી મળે છે.

*  પૂરી અને ગહેરી ઉન્ધ લો. નિયમિત વ્યાયામ કરો. આનાથી પણ તમારી દુર્બલતા દુર થશે.

*  ઠંડીમાં આ સમસ્યાથી આરામ મેળવવા માટે સવારે અને સાંજે એકાદ ચમચી જેટલું ચ્યવનપ્રાશ ખાવું. આ મહિલાઓ ની શારીરિક ક્ષીણતા, પ્રદર રોગ અને કમજોરી થી મુક્તિ અપાવશે. આનાથી શરીર સ્વસ્થ અને સુડોળ બનશે.

*  જે લોકોને વિકનેસ લાગતી હોય અને બુઠાપા જેવું ફિલ થતું હોય તેમણે શુદ્ધ ગાયનું દેશી દૂધ ખાવું. આના માટે ૪૦૦ ગ્રામ દુધમાં ૨૦૦ ગ્રામ પાણી અને એક ચમચી ઘી નાખીને પીવું. આનાથી તમને આરામ મળશે.

*  દાડમ ના ૧૦ મિલીલીટર રસમાં ૧૦ ગ્રામ મિશ્રી નાખીને સવારે સાંજે પીવાથી ફાયદો થશે.

*  ટામેટાં નું તાજું સૂપ પીવાથી ભૂખ વધે છે અને શરીરમાં ઉત્પન્ન થતી લોહીની કમી દુર થાય છે.

*  દેશી ખજુર સ્વાસ્થ્યવર્ધક છે. આ ખજુરને સવારે ખાવાથી શરીર શક્તિવાન બને છે.

*  જયારે શરીરમાં વિકનેસ લાગે એટલે કાજુ, દ્રાક્ષ, ખારેક, ગાજર, મધ, ત્રિફળાનું ચૂરણ, આમળાં, કેળા અને સફરજન નું સેવન કરવું.

*  રોજ લીલી મેથીનું સેવન કરવાથી પણ ચક્કર અને શારીરિક દુર્બલતા દુર થાય છે.

Comments

comments


17,980 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 14