ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ઉપવાસનું વધારે મહત્વ છે. જોકે, દુનિયાના બધા જ દેશોમાં ઉપવાસનું મહત્વ હોય છે. સ્વાસ્થ્ય માટે આને સૌથી સારી ઔષધી માનવામાં આવે છે. આયુર્વેદમાં શરીરમાંથી ઝેરી તત્વો કાઢવાની વાત કરવામાં આવી છે. પરમેશ્વરની આરાધના માટે કે ધાર્મિક આસ્થા માટે બધા ધર્મોમાં કોઈને કોઈ અલગ રૂપે ઉપવાસનું મહત્વ છે.
જયારે તમે બીમાર હોવ છો ત્યારે ઉપવાસને સારો ઈલાજ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાથી પર ઉપવાસ શરીરને સ્વસ્થ રાખે છે. માનવીની લાંબી ઉમર માટે ઉપવાસને અસરકારક અમૃત માનવામાં આવે છે.
પેટના રોગોમાં ઉપવાસ ઉપચારનું સર્વાધિક મહત્વ છે. રોગીની અવસ્થા અનુસાર અર્ધ ઉપવાસ, એકાહાર રસોપવાસ, ફળ ઉપવાસ અને છાશનો ઉપવાસ કરાવવામાં આવે છે. પૂર્ણ ઉપવાસમાં ફક્ત જળ સિવાય કઈ નથી આપવામાં આવતું.
ઉપવાસથી પેટના સમસ્ત રોગ, સંધિવા રોગ, જાડાપણું અને તીવ્ર રોગો જેવા રોગોમાં ઉપવાસ એક નિસર્ગોપચાર છે.
ઉપવાસના ફાયદાઓ પણ અગણિત છે. જો તમે માનો તો આનાથી કેન્સર સુધીની બીમારી પણ દુર થાય છે. કારણકે ઉપવાસ કરવાથી ટ્યુમરના ટુકડા થઇ જાય છે. જેટલો ઉપવાસ લાંબો હોય તેટલી જ શરીરમાં એનર્જી વધે છે. ઉપવાસ તમારા આત્મવિશ્વાસને એટલો બધો વધારે છે કે તમે તમારું શરીર, જીવન અને ક્ષુધા પર વધારે નિયંત્રણ હાંસિલ કરી શકો છો. ઉપવાસ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ ત્રણે રૂપે મહત્વ ધરાવે છે.
પ્રત્યેક માણસને સ્વસ્થ રહેવા માટે અઠવાડિકયામાં એકવાર તો ઉપવાસ કરવો જ જોઈએ. દુનિયાના બધા ધર્મોમાં ઉપવાસને ઈશ્વરની સૌથી નિકટ પહોચવાનો ઉપાય માનવામાં આવે છે. આના મહત્વને સમજતા બધા ધર્મોના પ્રણેતાઓએ આને ધાર્મિક રીતિ-રીવાજ સાથે જોડી દીધો છે. જેથી લોકો ઉપવાસના અનુશાસનમાં બંધાઈ રહે.
ઉપવાસ કરવાથી ઘણા ફાયદાઓ પણ છે જેમકે માનસિક સ્પષ્ટતામાં વૃદ્ધિ થાય, વજનમાં ઘટાડો થાય, ઉર્જાનું સ્તર વધવાથી સંવેદી ક્ષમતામાં વૃદ્ધિ થાય, સેલ્યુલર બાયોકેમિસ્ટ્રીમાં સંતુલન જળવાય રહે, ત્વચા સંવેદનશીલ નરમ, રેશમ જેવી બને અને પાચનતંત્ર સુધરે વગેરે જેવા ફાયદાઓ થાય છે.