જાણો ઈન્ટરનેટ સેક્સ વ્યસન અને તેના લક્ષણો વિષે

ઇન્ટરનેટ તેના વપરાશકર્તાઓ માટે ઘણા લાભદાયી છે કેમ કે તે બધા જ પ્રકારની જાણકારી પૂરી પાડે છે. જોકે, ઇન્ટરનેટ અનેક ખરાબ અસર પણ છે, અને ઈન્ટરનેટ સેક્સ તેમાંથી એક છે. એક વ્યક્તિ પોતાની જાતીય ઇચ્છાઓ સંતોષવા માટે ઇન્ટરનેટ વાપરે ત્યારે ઈન્ટરનેટ તેને એક વ્યસન તરફ દોરી જાય છે. કોઈપણ ઇન્ટરનેટનો વ્યસની બની શકે છે કારણ કે ઘણા બધા લોકો ઈન્ટરનેટને કેવી રીતે વાપરવું તેનાથી અજાણ હોય છે. ઈન્ટરનેટ લોકો ને ગમે ત્યા અને ગમે ત્યારે કલ્પિત સેક્સ એન્જોય કરવાની સ્વતંત્રતા આપે છે અને આ સ્વતંત્રતા જ લોકો માં ઈન્ટરનેટ સેક્સ વ્યસન જેવી સમસ્યા ઉભી કરે છે. સાયબરસેક્સ લોકો ને અજ્ઞાત રૂપે જાતીય કલ્પનાઓનો અનુભવ કરવાની પરવાનગી આપે છે.

2016-07-27-10websites-blog-1138x658

નીચે તમે સેક્સ વ્યસન થોડા લક્ષણોની યાદી જોઈ શકો છો

૧) જે લોકો ઈન્ટરનેટ સેક્સ વ્યસની હોય છે તે દિવસના અમુક કલાકો સુધી સેક્સ ને લગતી સામગ્રી જોવામાં ગાળે છે. તેઓમાં સેક્સ ને લગતી વસ્તુઓ જોવાની એક અજીબ તલપ લાગેલી હોય છે.

૨) ઈન્ટરનેટ સેક્સ વ્યસની લોકો હંમેશા ઑનલાઇન રહી મોટાભાગે સેક્સ ચેટ જ કરતા હોય છે. તેમને માટે, તે કલ્પિત સેક્સ એન્જોય કરવાનો એક માર્ગ ગણે છે.

૩) આવા લોકો પોતાનો કીમતી સમય અને જગ્યાની ચિંતા કાર્ય વગર, દરેક સમયે અને ગમે તે જગ્યાઓ પર પણ સેક્સ ચેટ કરવામાં વ્યસ્ત હોય છે અને આ તરીકે ના વ્યસન થી તેમના કામો અને કૌટુંબિક જીવન પર આડઅસરો થતી હોય છે.

internet-addiction

૪) આવા લોકો જયારે ઈન્ટરનેટ વાપરી ના શકે ત્યારે તેનો સ્વભાવ ગુસ્સાવાળો થઇ જાય છે અને તેઓ માનસિક રૂપે અસ્થાયી થઇ જાય છે. આવા લોકો માટે ઈન્ટરનેટ સેક્સ એક દવા જેવું બની જાય છે, જેના વગર તેઓ સામાન્ય રહી શકતા નથી.

૫) જે લોકો ઈન્ટરનેટ સેક્સ વ્યસની હોય છે તેમના વાસ્તવિક જીવન શરીરક સંબંધ અને તેના આનંદ નો અભાવ થવા લાગે છે. અને તેઓ પોતાની વાસ્તવિક સેક્સ લાઈફ અને કાલ્પનિક સેક્સ લાઈફ વચ્ચે સરખામણી કરવી ચાલુ કરી દે છે જે તેમને અસંતુષ્ટતા નો અનુભવ કરાવે છે.

૬) આવા લોકો ના મનમાં હંમેશા સેક્સ સેક્સ અને માત્ર સેક્સ જ હોય છે.

૭) ઈન્ટરનેટ સેક્સ વ્યસની રક્ષણાત્મક વિચારધારા રાખતા હોય છે જ્યારે કોઈ તેને કહે છે કે તેઓ ઇન્ટરનેટ પર લાંબો સમય ગાળે છે. તેમને હમેશા પકડાઈ જવાનો ડર લાગતો હોય છે જે તેમને નાસ્તિક વ્યક્તિ બનાવે છે.

thinkstockphotos-520913855

૮) તેઓ માને છે કે તે અપરાધ કરતા હોય છે પણ સેક્સ પ્રત્યે ની તલપ તેમને ઈન્ટરનેટ પર સેક્સ કરવા પર રોક લગાવી સકતી નથી.

૯) તેઓ નાણાં ખર્ચી ને પણ સેક્સ ને લગતી ઈન્ટરનેટ વેબસાઇટ્સ પર સેક્સ એન્જોય કરતા હોય છે.

૧૦) વધારે પડતો સમય ઈન્ટરનેટ પર વેડફવા થી તેઓ પોતાના કુટુંબજનો અને મિત્રો વચ્ચે ના સંબંધો માં દુરી પેદા કરી દેતા હોય છે. પછી આવા લોકો પોતાને એકલા માની ઈન્ટરનેટ ને પોતાનો એકમાત્ર સાથી માની તેના પર પોતાના વિચારો પ્રકટ કરતા હોય છે.

ઈન્ટરનેટ સેક્સ વ્યસન આજના આધુનિક યુગ માં એક મોટી સમસ્યા છે. મોટા ભાગે બાળકો જ આવા વ્યસની પોતાના જીવન માં લાવતા હોય છે, અને પછી આ વ્યસન તેમના વર્તમાન જીવન અને ભવિષ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે.જો તમારા જીવન માં પણ આ સમસ્યા છે તો જે પણ તમારી સૌથી નજીક છે તેમની સાથે તમારા વિચારો શેર કરો. આ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે આ સમસ્યા ના નિવારણ રૂપે.

Comments

comments


11,823 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 64