જાણો આમલીથી સ્વાસ્થ્યને થતા ફાયદા

Health benefits of tamarind

ખાટી અને ચટાકેદાર વસ્તુ કોને ન પસંદ હોય? કાચી અને પાકી આમલી ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં મદદરૂપ થાય છે. બાળકો થી લઈને મહિલાઓ સુધી બધા લોકોને આમલીનો સ્વાદ પસંદ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે.

૧. જો તમને ભૂખ નો લગતી હોય તો આમલીને એક વાટકીમાં નાખી તેમાં એલચી નાખીને તેનો રસ પીવાથી ભૂખ લાગે છે. કાનમાં સતત દુખાવો રહેતો હોય તો તેને દુર કરવામાં પણ ઉપયોગી નીવડે છે.

૨. કોઈ જગ્યાએ વાગ્યું હોય તો આમલીના પાનને ગરમ પાણીમાં ઉકાળીને વાગેલા અંગ પર શેક કરવાથી લોહીની અવરજવર ચાલુ થાય છે.

Health benefits of tamarind

૩. આમલીની મદદથી દારૂની છુટે, ભૂખ લાગે, સોજેલ ગળાને ઠીક કરવા, ખાસી, ચામડીનો રોગ, મહિલાઓને થતો સોમરોગ અને શરીરના અંગમાં લાગેલી આગને દુર કરવા માટે આમલી વપરાય છે.

૪. વધેલા વજનને ઘટાડવા માટે આમલીનો ઉપયોગ કરી શકો છે કારણકે તેમાં હાઇડ્રોઓક્સીડેંટ એસીડ રહેલ હોય છે. જો છાતીમાં બળતરા થતી હોય તો આમલીના રસને પીવાથી બળતરા ઓછી થાય છે.

૫. આંખોમાં દુખાવો કે બળતરા થતી હોય તો આમલી મદદરૂપ થાય છે. જો આંખોમાં દુખાવો કે બળતરા થાય તો આમલીના રસમાં દૂધ નાંખીને આંખોના બાહ્ય ભાગ પર લગાવવાથી આરામ મળી છે. ઉપરાંત આંખોમાં ખંજવાળ આવતી હોય તો તે મટી જાય છે.

૬. આમલી માં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, ફાયબર, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો રહેલા હોય છે. આમલીનું સેવન કરવાથી તેમાંથી વિટામીન સી, બી અને ઈ મળે છે.

Health benefits of tamarind

Comments

comments


11,763 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 14