જાણો… આજના છોકરાઓની પહેલી પસંદ એટલે ‘રોયલ એનફિલ્ડ’ બાઈક વિષે…..

royal-enfield-classic-desert-storm-2

રોયલ એનફિલ્ડ દેશની એક એવી ટુ-વ્હીલર કંપની છે જેની આજના યુથને ખરીદવાની ખુબ જ ચાહત રહે છે. આને દેશી ભાષામાં ‘બુલેટ’ કહેવામાં આવે છે. પાવરફુલ એન્જીન, મજબૂતાઈ, લંબાઈમાં ઘમાકેદાર અને દમદાર લુક સાથે બુલેટ ચલાવવી લગભગ બધાનું જ સપનું હોય છે. જયારે આને ભારતના રસ્તાઓમાં ચલાવો તો તમારો વટ પડે, ખરેખર!

*  રોયલ એનફિલ્ડ નું ૩૫૦ મોડલ આજના યંગસ્ટર્સ માં સૌથી પોપ્યુલર છે.

*  જે દેશે પહેલી બુલેટ બનાવી હતી તે કંપનીમાં આજે ઉત્પાદન બંધ થઇ ગયું છે. આજે ભારતમાં બુલેટ ખરીદવા માટે ૬ મહિના પહેલાથી જ બુક કરાવવી પડે છે.

*  રોયલ એનફિલ્ડ નું ક્લાસિક મોડલ ૫૦૦ નું વિદેશી ડેઝર્ટ લુક ખરેખર ખુબ જ સ્ટનિંગ છે. આ બાઈકને સ્પેનના ડીઝાઇનર જીસસ ડે જુઆન નામના વ્યક્તિએ ડીઝાઇન કર્યું છે.

*  ૫૦૦CC મોડલની બુલેટ ‘હેરી પોર્ટર’ નામના હોલીવુડ ફિલ્મમાં જોવા મળી. બાદમાં આની જેવો જ લુક ‘મુન્નાભાઈ એમબીબીએસ’ માં પણ જોવા મળ્યો હતો.

*  બ્રિટેન માટે બાઈક બનાવતા પહેલા આ કંપની રશિયાના સરકારને યુધ્ધ માટે બાઈક બનાવીને આપતી હતી.

Royal_Enfield_Bullet_500_-_2002_model

*  ‘રોયલ એનફિલ્ડ હિમાલયન’ પહેલી એવી એડવેન્ચર મોટરસાઈકલ છે જેનું નિર્માણ સમગ્ર રીતે ભારતમાં થયું છે.

*  રોયલ એનફિલ્ડ નો લોગો એક તોપ હતો. આની ટેગ લાઈન હતી, ‘તોપ ની જેમ દેખાવનાર, ગોળીની જેમ ચાલનાર’.

*  Royal Enfield કંપનીની દરેક મોટરસાઈકલ ની તેલની ટાંકી ચેન્નાઈના બે કલાકારો દ્વારા હાથોથી પેન્ટ કરવામાં આવે છે.

*  Royal Enfield ભારત સાથે અમેરિકા, જાપાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સાથે અન્ય ૪૫ દેશો માટે મોટરસાઈકલને એક્સપોર્ટ (બીજા દેશમાં મોકલવામાં આવે તે) કરવામાં આવે છે.

*  જેટલી Harley Davidson બાઈક આખી દુનિયામાં વેંચવામાં આવી હતી તેનાથી ઘણી વધુ Royal Enfield બાઈક નું વેચાણ ભારતમાં થયું હતું.

Comments

comments


8,287 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 3