પાંચમાં ધોરણના એક વર્ગમાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચાનો વિષય હતો ” ભવિષ્ય માં તમારે શું બનવું ?? ”. શિક્ષકે એક છોકરાને પ્રશ્ન પુછ્યો, ”બેટા, તું તારા જીવનમાં શું બનવા માંગે ? પેલા છોકરા એ ફટાક કરતો જવાબ આપ્યો, ”સર, મારે ડોક્ટર બનવું છે. ”
શિક્ષક કહ્યુ “શાબાશ બેટા” તું જરૂર ડોક્ટર બનીશ. પછી શિક્ષકે એક છોકરી ને પ્રશ્ન પૂછ્યો, “બેટા, તું શું બનવા માંગે છે? છોકરીએ જવાબ આપ્યો “સર મારે પાઈલોટ બનવું છે.”
છોકરીની આ વાત સાંભળીને વર્ગના બધા જ વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ હસે એ પણ સ્વાભાવિક હતુ કારણ કે પાઇલોટ બનવાના સપના જોતી આ છોકરીને જન્મથી જ બે હાથ નહોતા. લોકો તેને ” ARM LESS GIRL ” (હાથ વગરની છોકરી) કહીને ચીડવતા હતા. જેને બે હાથ જ ન હોય એ છોકરી વિમાન કેવી રીતે ઉડાડી શકે ?
શિક્ષક એ દિકરી પાસે ગયા. પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યુ , ” બેટા, તું ચોક્ક્સ પાઇલોટ બની શકીશ કારણકે તારુ ધ્યેય નક્કિ છે. તારી પાસે હાથ નથી તો શું થયુ ? પગથી પણ વિમાન ઉડાડી શકાય તું તારા પગને જ તારા હાથ બનાવી દે. સામાન્ય માણસ જે કામ હાથથી કરતો હોય તે બધા જ કામ તું પગથી કરતા શીખી જા. તારે પાઇલોટ બનવું જ હશે તો તને દુનિયાની કોઇ તાકાત પાઇલોટ બનતા નહી અટકાવી શકે.”
શિક્ષકની આ પ્રેરણાને કારણે અને એ છોકરીના સખત પુરુષાર્થને કારણે અમેરિકન સરકારે એને પગથી વિમાન ઉડાડવા માટેનું લાઇસન્સ આપ્યુ છે અને સમગ્ર વિશ્વની એ એકમાત્ર મહિલા છે જે આજે પગથી વિમાન ઉડાડે છે. દુનિયા આ છોકરીને આજે જેસિકા કોક્સના નામથી ઓળખે છે.
આ જેસિકા ની કહાની આપણને દંગ કરી મુકે એવી છે ને. આ મહિલા ને જન્મથી જ બંને હાથ નહોતા પરંતુ તેને એવા કામો કરી બતાવ્યા છે જે આપણે બંને હાથો હોવા છતાં પણ નથી કરી શકતા. જેસિકા બંને હાથ વગર જ જન્મી હતી પરંતુ તેને એને પોતાની કમજોરી બનાવવાની જગ્યાએ પોતાની તાકત બનાવી જેના કારણે આજે દુનિયાભર માં ફેમસ છે.
જેસિકા પાઈલોટ હોવાની સાથે સાથે એક સારી માર્શલ આર્ટ એક્સપર્ટ પણ છે. અને તે સારી રીતે ગાડી પણ ચલાવી શકે છે અને પિયાનો પણ વગાડી શકે છે. આ બધું તે પોતાના પગથી જ કરે છે.
જીવનમાં જો ધ્યેય નક્કી હોય અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની તિવ્ર ઝંખના હોય તો જેસીકા માત્ર અમેરિકામાં નહી દુનિયાના દરેક ઘરમાં છે અરે આપણે પોતે જ જેસીકા છીએ!!
નિહાળો નીચેનો વીડિયો જેમાં Jessica Cox નું અદભુત ટેલેન્ટ બતાવામાં આવ્યું છે!
આ પ્રેરણાદાયી વાર્તા ને એક વાર તો અવશ્ય શેર કરજો જેથી બધાને પોતાના જીવનમાં કોઈ ધ્યેય હાંસલ કરવા પ્રેરણા મળે!