ભારત માં 6999 Rs. માં લૌંચ થશે MOTO E (Gen 2)

 MOTO E(Gen 2)

મોટોરોલા કંપનીએ ગ્લોબલ લોન્ચના એક દિવસ બાદ ભારતીય બજારમાં મોટો E સેકન્ડ જનરેશનની કિંમતનો ખુલાસો કર્યો હતો. મોટોરોલાના 3G  વેરિએન્ટની કિંમત રૂ. 6999 હશે. તમને જણાવી દઇએ કે મોટો ફર્સ્ટ જનરેશનને પણ કંપનીએ આજ કિંમતમાં લોન્ચ કર્યો હતો. જોકે હાલમાં તેની કિંમત ઘટીને રૂ.5999 થઇ ગઇ છે.

મોટોરોલા કંપનીએ મોટો E સેકન્ડ જનરેશનમાં 3G અને 4G એમ બે વેરિએન્ટમાં લોન્ચ કર્યા છે. કંપની એ અત્યાર સુધી ભારતીય બજારમાં  4G વેરિએન્ટની કિંમત કેટલી હશે તેની જાણકારી નથી આપી. બન્ને ફોન ભારતીય બજારમાં ક્યારે લોન્ચ થશે તેની પણ જાણકારી કંપની તરફથી નથી મળી.

ગ્લોબલ લોન્ચઃ

એક દિવસ પહેલા મોટો E ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનને મોટો E(સેકન્ડ જનરેશન) 3G મોડલ અને મોટો E(સેકન્ડ જનરેશન) 4G મોડલ એમ બે વેરિએન્ટમા લોન્ચ કરેલા આ બન્ને મોડલમાં 3G મોડલની કિંમત કંપનીએ 119.99 ડોલર(લગભગ 7400 રૂપિયા) અને 4G મોડલની કિંમત 149 ડોલર(લગભગ 9200) રાખી છે.

ભારતમાં આ ફોનને મોટો E(સેકન્ડ જનરેશન) 3G મોડલ અને મોટો E(સેકન્ડ જનરેશન) 4G મોડલ એમ બે વેરિએન્ટમા લોન્ચ કરેલા આ બન્ને મોડલમાં 3G મોડલની કિંમત કંપનીએ 119.99 ડોલર(લગભગ 7400 રૂપિયા) અને 4G મોડલની કિંમત 149 ડોલર(લગભગ 9200) રાખી છે.

ભારતમાં મોટો Eને કોણ આપી શકે છે ટક્કર

ભારતીય બજારમાં મોટો E સેકન્ડ જનરેશનને ટક્કર આપવા માટે માઇક્રોમેક્સ YU યુરેકા(રૂપિયા. 8999), લિનોવો A6000(રૂ. 6999) શ્યાઓમી રેડમી નોટ 4G (રૂ.9999) જેવી કંપનીઓ પહેલેથી પોતાનો પગ રાખીને બેઠી છે. મોટો E સેકન્ડ જનરેશનના બન્ને વેરિએન્ટ માર્કેટમાં આવતાની સાથે જ લોકપ્રિય બની શકે છે. મોટોરોલાના આ હેન્ડસેટ 10,000 કેટેગરીમાં એન્ડ્રોઇડની સૌથી લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ(લોલીપોપ) પર કામ કરે છે.

નવા મોટો Eમાં 4.5 ઇંચની સ્ક્રિન ડિસ્પ્લે આપવામાં આવી છે. પરંતુ સ્ક્રિન ક્વોલિટી અગાઉના વેરિએન્ટની જેમ HD થી ઓછી છે.(qHD 540*960 પિક્સલનું રિઝોલ્યુશન) અગાઉના વેરિએન્ટમાં પણ આજ ડિસ્પ્લે ક્વોલિટી આપવામાં આવી હતી. પરંતુ એક્સપર્ટ રિવ્યુમાં સ્ક્રિનના કલર અને ડિસ્પ્લેના વખાણ કરવામાં આવ્યા હતા. આશા છે કે મોટો E સેકન્ડ જનરેશન પણ લોકોમાં આકર્ષણ જમાવે.

 MOTO E(Gen 2)

મોટો E સેકન્ડ જનરેશન મોડલમાં બેટરી પાવર પણ વધારવામાં આવ્યો છે. ઓન પેપર સ્પેસિફિકેશનની વાત કરીએ તો નવા મોડલમાં 2390 mAhની બેટરી છે. પરંતુ કંપની એ હજી સુધી ટોકટાઇમ અને સ્ટેન્ડબાય ટાઇમ વિશે કોઇ જાણકારી નથી આપી. કંપનીએ વધારેલા બેટરી પાવરને જોતા આશા રાખી શકાય કે જુના મોડલ કરતા નવા મોડલમાં બેટરી બેકઅપ સારૂ મળી શકે. આ વિશે વધારે જાણકારી ફોનનુ ટેસ્ટિંગ કર્યા બાદ જ મળી શકે.

મોટો E 2015માં 1.2 GHz ક્વાડ-કોર(ચાર લેયર વાળુ પ્રોસેસર જે સામાન્ય પ્રોસેસર કરતા ચાર ગણુ ઝડપી કામ કરી શકે છે.) પ્રોસેસર આપવામાં આવ્યુ છે.64 બીટ પ્રોસેસર છે. 64 બીટ પ્રોસેસરનો મતલબ એ થાય કે ફોન વધારે રેમ વધારે મેમરી અને સારા કેમેરા ફીચર્સને સપોર્ટ કરી શકે છે. 64 બીટ પ્રોસેસર સાથે ફોનમાં સારૂ હાર્ડવેર અને સોફ્ટવેર ફીચર્સ આપી શકે છે. તેનાથી સારુ બેટરી બેકઅપ પણ મળી રહે છે. મલ્ટિટાસ્ટિંગ માટે ફોનમાં 1GB રેમ આપવામાં આવી છે.

 MOTO E(Gen 2)

મોટો E માં 5 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ઓટોફોકસ ફીચર્સમાં ફોટો લેતી વખતે ઓટોમેટિર સબજેક્ટને સેટ કરી લેશે. LED  ફ્લેશ પણ આપવામાં આવ્યુ છે. જે ઓછા પ્રકાશમાં પણ સારી ઇમેઝ ક્વોલિટી આપે છે. કંપનીએ લોન્ચ કરેલા મોટો E સેકન્ડ જનરેશનમાં ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે પરંતુ તે VGA કેમેરો છે.(0.3 મેગાપિક્સલ પાવરનો બેઝિક કેમેરો) જે ફક્ત વીડિઓ કોલિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે.

નેક્ટિવિટીના મામલે આ વખતે કંપનીએ મોટો E માં 4G કનેક્ટિવિટી ફીચર પણ આપ્યુ છે. આ ઉપરાંત 3G, વાઇ-ફાઇ, બ્લ્યૂટૂથ, એફએમ રેડિઓ અને યૂએસબી જેવા બેઝિક ફીચર્સ પમ છે. મોટો E નું વજન 145 ગ્રામ છે.

મોટો Eમાં ઓરિજનલ કવર બ્લેક અને વ્હાઇટ કલરના વેરિએન્ટની સાથે સાથે યુઝર્સ બીજા કલર પણ પસંદ કરી શકે છે જેમાં ગોલ્ડન, બ્લ્યૂ, પીંક, પર્પલ, રેડ. મતલબ કે જુના વેરિએન્ટ કરતા નવા મોટો E ને વધારે સ્ટાઇલિશ બનાવવામાં આવ્યો છે. કંપનીએ કંપની moto E(2nd Gen) નું 3G વેરિએન્ટ જલ્દીથી ભારતમાં લોન્ચ કરવા વિશેની જાણકારી આપી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,539 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 6 =