જરૂર અજમાવો તુલસી ના પાંદડાના આ ટોટકા

1299304211tulsi-plant

લગભગ દરેક હિન્દુઓ ના ઘરમાં તુલસીનો છોડ તો હોઈ જ છે. આનું આધ્યાત્મિક દ્રષ્ટિએ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. હિંદુ માન્યતા અનુસાર દરેકના ઘરમાં તુલસીનો છોડ લગાવવો અનિવાર્ય છે. જયારે લોકો પૂજા કરે ત્યારે આને વાપરે છે.

તુલસીનો છોડ ઘરમાં રહેલી નકારાત્મકતા દુર કરીને સકારાત્મકતા ફેલાવે છે. ઘરમાં ખુશાલી રાખવા આ છોડ જરૂરી છે. આને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. અહીં અમુક અસરકારક ટોટકાઓ જણાવવામાં આવ્યા છે, તો વાંચો આને…

*  લક્ષ્મી પ્રાપ્તિ માટે ગુરુવાર ના દિવસે તુલસીના છોડ પર પાણીમાં દૂધ નાખીને અર્પણ કરવું.

*  તુલસીના છોડ પર પ્રતિદિન સવાર સાંજે દીવો (દીપક) લગાવવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

*  વ્યાપારમાં ભાગ્ય ચમકાવવા માટે ત્રણ દિવસ માટે પાણીમાં તુલસી રાખો. પછી આ પાણીને દરવાજા પર લઇ જઈ છાંટી દો. આ ગ્રાહકોને લાવવા માટે મદદરૂપ છે. ઉપરાંત આ ચોરો ને દુર રાખવામાં પણ સહાયક છે.

*  જો તમારે પ્રેમ માં સફળતા અને ખુશી જોઈએ તો પોતાના શરીરના ઉપલા ભાગ પર એટલેકે હૃદય ની આસપાસ તુલસી ના પાન રાખો. આ ઉપાય તમારા પ્રેમ ને સફળતા આપવશે અને સાથે જ તમારો પ્રેમ પણ મજબુત બનશે.

14696202019_6ce7bc31c6_b

*  તુલસીના પાન ને સ્નાન કરતા પાણીમાં નાખીને સ્નાન કરવાથી પરિવાર માં એકબીજા પ્રત્યે સ્નેહ વધે છે અને થતો કલેશ દુર થાય છે.

*  જો તમારા બાળકો બહુ જીદ્દી અને તેમની મર્યાદા થી બહાર હોય તો પૂર્વ દિશામાં રાખેલ તુલસીના છોડમાંથી રોજ ત્રણ પાન તોડીને તેણે ખવડાવવા.

*  હિંદુ માન્યતા અનુસાર તુલસી લોકોની કિસ્મત ચમકાવી શકે છે. તેથી અમુક લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા સમયે મોં માં તુલસીના પાન રાખે છે.

*  રવિવાર ને છોડીને બાકીના તમામ દિવસે તુલસીના છોડમાં જળ અર્પણ કરવું અને તેમની પૂજા કરીને ઘર ની બહાર નીકળવું. આનાથી તમારા બગડેલા કામ સુધરી જશે.

Comments

comments


14,464 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


− 1 = 5