જો વેકેશન એન્જીય કરવા માટે તમે વિદેશમાં જાવ તો એ યાદ રાખવું કે બધા દેશની સંસ્કૃતિ અને સભ્યતા અલગ અલગ હોય છે. તેથી ત્યાં તેના પ્રમાણે આપણે રહેવું પડે. એક તરફ આપણા ભારતીય ઘરોમાં ઘણા બધા નિયમો છે તેવી રીતે વિદેશમાં તેના લોકો માટે અલગ રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે. અહી તેના અંગે જણાવવામાં આવ્યું છે કે તમે વિદેશમાં શું કરી શકો અને શું નહિ.
* જેમકે જયારે આપણે ભારતમાં કોઈના ઘરે મહેમાન બનીને જઈએ ત્યારે ઘરની બહાર ચપ્પલ ઉતારીએ છીએ. પણ થાઇલેન્ડ અને સ્પેન દેશમાં આવું નથી. અહી તમે બુટ/ચપ્પલ પહેરીને કોઈ પણ જગ્યાએ ફરી શકો છો, ઘરમાં પણ.
* જો તમે હંગરીમાં જાવ ત્યારે શેમ્પેન કે બીયર પીતા સમયે એક ગ્લાસને બીજા ગ્લાસ સાથે અથડાવી ન શકો. આમ કરવું એ તે દેશમાં ગદ્દારી નું પ્રતિક માનવામાં આવે છે. તો જાળવીને શેમ્પેન કે બીયર પીવી.
* જયારે આપણને કોઈ વીઝીટીંગ કાર્ડ આપે ત્યારે આપણે શું કરીએ? ઉલ્લેખનીય છે કે આપણે તેણે પર્સના છેલ્લા ભાગમાં મુકીએ. પણ જાપાન અને ચાઈના માં આવું ન કરી શકાય. કોઈ તમને વીઝીટીંગ કાર્ડ આપે ત્યારે હંમેશા તેણે જેકેટ વાળા પાકીટમાં જ મુકવું.
* ચીન માં કોઈને ફૂલ આવતા થોડી સાવધાની રાખવી. કેમકે અહી દરેક પ્રકારના ફૂલોને લોકોની કબરો પર ચઢાવવામાં આવે છે. તેથી કોઈને ફૂલ ગીફ્ટ કરવા કરતા ચોકલેટ્સ કે અન્ય વસ્તુઓ આપી શકો છો.
* જયારે ભારતીય બાળકોને વડીલો પ્રેમ આપે ત્યારે પ્રેમથી તેણે માથે હાથ ફેરવે છે. પણ થાઇલેન્ડમાં તમે આવું ન કરી શકો. અહી માથાને સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ અંગ માનવામાં આવે છે. ઉપરાંત આને ઘાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે છે.