જયારે વાંચવા માં મન ન લાગે ત્યારે આ ટીપ્સને Follow કરવી

stress-2

મોટાભાગના બધા સ્ટુડન્ટની એ સમસ્યા હોય છે કે તેમને વાંચવામાં મન નથી લાગતું. તૈયારી એ કોઇપણ પરીક્ષાની કેમ ન હોય. પછી તે સ્કુલની હોય કે બોર્ડની. પરંતુ ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ભણતર એ ભણતર છે.

જો તમને સ્ટડીઝ માં મન ન લાગે તો તેનું કારણ જાણવું આવશ્યક છે કે આપણું મન અભ્યાસમાં કેમ નથી લાગતું. ત્યારે આપણે આ સમસ્યાનું સમાધાન કરી શકશું.

* વાંચન હંમેશાં ટેબલ અને ખુરશી પર બેસીને જ કરવું. બેડ કે પલંગ પર સુતા સુતા ક્યારેય ન વાંચવું. સુતા સમયે વાંચવાથી વાંચેવું જરા પણ મગજમાં નથી જતું, પરંતુ, ઊંઘ આવવા લાગે છે.

* વાંચતા સમયે ટીવી ન જોવું અને રેડિયો કે સોન્ગ્સ ન સાંભળવા.

* વાંચતા સમયે મોબાઈલ સ્વીચ ઓફ કરવો કે સાઇલેન્ટ મોડમાં કરી દેવો, ‘મોબાઈલ વાંચન નો શત્રુ છે.’

* વાંચેલા વાક્યને લખતા પણ જવું જેથી તમારી એકાગ્રતા બની રહેશે અને ભવિષ્ય માટે નોટ્સ પણ બની જશે.

* કોઇપણ વાક્યને ઓછામાં ઓછુ ત્રણ વાર તો વાંચવું જ.

* ગોખણપટ્ટી ની પ્રવૃત્તિથી બચવું, જે પણ વાંચો તેના પર વિચાર મંથન કરીને વાંચવું.

420032-alia-newwest

* શોર્ટ નોટ્સ (પહેલા પહેલા અક્ષરની ચાવી) જરૂર બનાવવી જેથી પરીક્ષા સમયે તે નોટ્સ સરળતાથી યાદ આવે.

* વાંચેલા ટોપિક્સ પર વિચાર – ચર્ચા પોતાના મિત્રો સાથે અવશ્ય કરવી, ગૃપ ડિસ્કશન અભ્યાસ ફાયદાકારક છે.

* જુના પ્રશ્ન પત્રોના (ગત વર્ષના પેપર્સ) આધારે મહત્વપૂર્ણ ટોપિકને રીડ કરી લેવા. તેને કડકડાટ વાંચી પાકા કરી લેવા.

* સંતુલિત ભોજન કરવું. વધારે ભોજનથી ઉન્ધ અને આળસ આવે છે. વધારે ખાવાથી વાંચવામાં મન ન લાગે, થાક લાગે, માથું દુખે વગેરે જેવી સમસ્યાઓ થાય છે.

* ચિત્રો, આલેખ, રેખાચિત્રો વગેરેની મદદ લેવી. આ વધારે સમય સુધી યાદ રહે છે.

* વાંચનમાં તમે કમ્પ્યુટર અથવા ઇન્ટરનેટની મદદ લઇ શકો છો.

નોટ : તમને અમારી પોસ્ટ કેવી લાગી તે અંગે કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. જેથી અમને ખબર પડે કે અમે જ્ઞાન શેરિંગ કરવામાં કેટલા સફળ થઇ રહ્યા છીએ.

a97f7b96fa5bc5d4ad270c7664908fc3

Comments

comments


8,518 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 7