જયારે લાઈફથી કંટાળી જાવ ત્યારે ચોક્કસ આ વાતો યાદ રાખી બળ રાખવું!

hopeless

લાઇફમાં ફેલીયર કે અન્ય પ્રોબ્લેમ્સ ના કારણે આપણે ખુબ ડીસ્ટર્બ થઈને ફ્રસ્ટ્રેટ થઇ જતા હોઈએ છીએ. જીવનમાં એવી બધી ઘણી સમસ્યાઓ આવે છે જેથી આપણે કંટાળી જઈએ છીએ ત્યારે એમ થાય કે હવે જિંદગીના બધા દરવાજાઓ બંધ થઇ ગયા છે. ત્યારે અહી જણાવેલ વાતો ચોક્કસ તમને લાઈફમાં આગળ વધવા બળ, હુંફ આપશે….

*  સમય બધી વસ્તુઓ ઠીક કરી નાખશે. બસ કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવા તેને થોડો સમય આપો.

*  જીવનમાં ઑપોચ્યુનિટી ખુબ વધારે છે, તેથી ગભરાવવા નું બંધ કરો.

*  કોઈપણ વસ્તુઓ એટલી બધી તો ક્યારેય ખરાબ હોતી જ નથી જેટલી આપડે તેને સમજતા હોઈએ. તેથી ખરાબ વિચારો બંધ કરો.

*  જીવનમાં કઈ પણ હંમેશાં ના માટે નથી રહેતું. જે રીતે સુખ સદા નથી હોતું તેવી જ રીતે દુઃખ પણ કાયમી નથી હોતું.

*  જો તમારી સાથે કઈ પણ યોગ્ય ન થાય તો ખુશીથી ભરેલ દિવસોની રાહ જોવી.

*  તમે તમારા માં રહેલ કોઈ ખરાબ ગુણ ન ગમે તો તમે તેને બદલી શકો છો.

*  બીજાની નકારાત્મકતા તમારી સમસ્યા નથી, તેથી તમે સકારાત્મક રહો.

lettinggo1

*  ભૂતકાળમાં થયેલ વાતો વિષે ભૂલી જવું અને અફસોસ ન કરવો. આગળ વધતા રહેવું. જીવનમાં ક્યારેય પાછુ વળીને ન જોવું.

*  જીવનમાં સારા લોકોની કમી નથી. તેથી જે તમને મદદ કરે છે અને પ્રેરિત કરે છે તેમની સાથે રહો.

*  બીજા પાસે અપેક્ષા ન રાખવી. આમ કરવાથી જયારે આપણી અપેક્ષા પૂરી નથી થતી ત્યારે આપણે હેરાન થઇ જઈએ છીએ.

*  બને ત્યાં સુધી પોતાના કામો પોતે જ કરવા. આનાથી પણ તમને બળ મળશે કે તમે દરેક કામો કરી શકો છો.

*  પોતાના એટીટ્યુડ ને હમેશા ફ્રેન્ડલી બનાવવું. જેથી લોકોને તમારાથી પ્રોબ્લેમ ન થાય.

*  આવનાર દરેક નવો દિવસ તમારા માટે નવી આશા લઈને આવશે. તેથી હિંમત પૂર્વક દ્રઢતાથી તેને પૂરી કરવાની કોશિશ કરો.

*  લાઈફની દરેક પળોને ખુશીથી એન્જોય કરો એ સમજીને કે તે ખુશી ફરીથી ક્યારેય આવવાની જ નથી.

Comments

comments


15,207 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 1 =