IPL ક્રિકેટનું સૌથી લોકપ્રિય ફોર્મેટ છે. લોકપ્રિયતા સાથે આઈપીએલ સાથે જોડાયેલ વિવાદ પણ ઘણા છે. 2008થી શરૂ થયેલા આ ખેલમાં ઘણી સીઝન યાદગાર રહી હતી. ગઈ સાત સિઝનમાં એવું ઘણું થયું જે ક્યારેય ભૂલી શકાય એમ નથી. janvajevu.com એવી જ કેટલીક તસવીરો બતાવી રહ્યું છે જે કાયમ લોકોને યાદ રહેશે.
અત્યાર સુધીની સૌથી ચર્ચિત તસવીર રહી મુંબઈ ઇન્ડિયન્સ ટીમની, જયારે 2010માં ટીમ ફાઈનલમાં પહોંચી અને બોલર હરભજન સિંહે ટીમની માલકિન નીતા અંબાણીને મેદાન પર જ ઉઠાવી લીધા હતા. મુંબઈ આ મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરને સેમી ફાઈનલમાં જીતી પહેલી વાર ફાઈનલમાં પહોંચી હતી. આ તસવીર ઘણા દિવસ સુધી ચર્ચામાં રહી હતી. અને તેના પર વિવાદ પણ થયો હતો.
બોલીવૂડ અભિનેત્રી અને કિંગ ઈલેવન પંજાબની કો-ઓનર પ્રીતિ જીન્ટાને જોતા આઈપીએલનાં પૂર્વ ચેયરમેન લલિત મોદી. આ ફોટો આઈપીએલ 1ની છે. જેને લઈને લલિત મોદીની ઘણી મજાક થઇ હતી.
2011માં આઈપીએલની સિઝન 4માં રોયલ ચેલેન્જર બેંગ્લોરનાં ડાયરેક્ટર સિદ્ધાર્થ માલ્યાએ સ્ટેડીયમમાં બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને કિસ કરી લીધી હતી. ખબર અનુસાર ત્યારે દીપિકા અને સિદ્ધાર્થ એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
આઈપીએલની પહેલી સિઝનમાં સૌથી મોટી કંટ્રોવર્સી થઇ હતી. જયારે પંજાબ અને મુંબઈ વચ્ચેની એક મેચમાં હરભજન સિંહે બોલર શ્રીસંતને મેદાન પર જ થપ્પડ મારી દીધી હતી.
2012 એટલે કે આઈપીએલ-5માં સ્ટેડીયમમાં સ્મોકિંગ કરતો શાહરૂખ ખાન કેદ થયો હતો. જે તસવીર પર પણ વિવાદ થયો હતો અને શાહરૂખ ખાને માફી માંગી હતી
સૌજન્ય
દિવ્ય ભાસ્કર