જયારે આપણે નાના હતા ત્યારે દરેક ગુજરાતી માતા-પિતા આ વાક્યો અવશ્ય કહેતા, જરૂર વાંચો

unnamed

* પૈસા ઝાડ ઉપર નથી ઉગતા.

* મમ્મી હું મોડી રાતના પિક્ચર જોવા જાવ? પપ્પા ને પૂછ. પપ્પા: મમ્મી ને પૂછ.

* જો આઠ વાગ્યા સુધી ઘરે નો આવ્યો ને તો પછી ઘરે નહિ આવતો, રેજે તારા રખડું દોસ્તારને ત્યાં

* જો તું ભણીશ નહિ તો આના જેવો બનીશ (કોઈક ભિખારી તરફ ઈશારો કરી)

* દીકરા, અત્યારે ભણી લે, પછી તો આખી જીંદગી આરામ જ છે.

* તમારે છોકરો થશે ને ત્યારે ખબર પડશે.

* આને તો હોસ્ટેલ માં જ મુકવો પડશે.

* ચાલો, કાકા-કાકી ને પગે લાગો, આશીર્વાદ લઇ લ્યો.

* ‘મમ્મી મારે ગણિત માં ૯૦ માર્ક આવ્યા’ મમ્મી: ‘ક્લાસ માં પેહલા છોકરા ને કેટલા આવ્યા?’

* આમ ગાંડાની જેમ આટા શું મારે છો વાંચવા બેસને.

* જાવ જઈને ભણવા બેસો, આ ભાઈબંધ નહિ આવે પરીક્ષા માં લખવા.

* હા, બધી ખબર તો તમને જ પડે, અમે તો એમને એમ વાળ ધોળા કર્યા છે.

Child rearing

* નિશાળે જવાનું હોય ત્યારે ખુબ બહાના બતાવે છો… ભણવાનો ચોર

* અમારી વાત ક્યારે સાંભળશો?.

*ક્યાં હતો અત્યાર સુધી? આ ટાઈમ છે ઘરે આવવા નો?.

* ચાલો. કાકા ને થેંક યુ બોલો…  બોલો ર્થેક યુ.

* અમે તો નાના હતા ત્યારે આમ માં બાપ સામે નોતા બોલતા.

* તમે જયારે કમાશો ને ત્યારે ખબર પડશે કે કેમ સો રૂપિયા થાય છે.

* તારા ભાઈબંધ પણ એના માં બાપ સાથે આમ જ વાત કરે છે કે શું?

* રોજરોજ શિક્ષક બીમાર ન હોય આજે તો તારે નિશાળે જવાનું જ છે.

* એક જ વાત વારંવાર નહિ કહું. હવે ઉઠીસ કે નહિ? (અને પછી પાચ વાર કહેશે)

* દિકા, કાકા ને ઓલો ડાન્સ કરી ને દેખાડ તો…

જયારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આ બધી વાતો ખુબ યાદ આવે અને આપણા મમ્મી પપ્પાની આ વાતો સાંભળવા માટે આપણા કાન તરસી જાય! ખરુંને મિત્રો..!!

Comments

comments


15,090 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 10