જતીન્ગાની વેલી ખુબજ બ્યુટીફૂલ છે. આ અસમમાં આવેલ છે. આ જેટલી જ બ્યુટીફૂલ છે તેટલું જ ખોફનાક પણ છે. કહેવાય છે કે જે વસ્તુ જોવામાં જેટલી સુંદર હોય તેટલા જ તેમાં દાગ પણ છુપાયેલ છે. આ કહેવત બિલકુલ અહી લાગુ પડે છે.
આ વેલી બ્યુટીફૂલની સાથે રહસ્યમય પણ છે. કહેવામાં આવે છે કે અહી પક્ષીઓ દુર દુરથી આ ઘાટીમાં આત્મહત્યા કરવા માટે આવે છે. હેરાન કરનાર વાત તો એ છે માનવીની જેમ જ પશુ-પક્ષીઓ પણ મોતના રહસ્યોમાં ઉલજાયેલ છે.
અસમમાં જતીન્ગા એક નાનકડુ અને મનોરમ્ય ગામ છે. પક્ષીઓ આત્મહત્યા કરે છે તે કારણે હાલમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો મુજબ આખરે આવું કેવી રીતે સમભવ બને છે. શું આની પાછળ કોઈ રહસ્ય છે વગેરે જેવા સવાલો ઉદ્ભવે છે.
હાલમાં આ જગ્યા પર્યટકો વચ્ચે પણ પ્રખ્યાત છે. ચોમાસામાં પક્ષીઓ અમાસના દિવસે અહી સુસાઇડ કરવા માટે આવે છે. વિશેષગ્યો અનુસાર અહી તેઝ હવાને કારણે પક્ષીઓ નું સંતુલન બગડે છે અને વૃક્ષો સાથે ટકરાઈને તેમનું મૃત્યુ થાય છે.
અહી પક્ષીઓ આત્મહત્યા તો કરે છે પણ એકલા નહિ સામુહિક આત્મહત્યા કરે છે. આવું વધારે ચોમાસામાં જોવા મળે છે. જતીન્ગા ગુવાહાટી થી ૩૩૦ કિલોમીટર દુરના સ્થાને છે. અધ્યયન અનુસાર પક્ષીઓના અસાધારણ વ્યવહાર પાછળ મોસમ અને ચુંબકીય શક્તિઓનો હાથ છે.