આ લોકોને આમ તો કઈ લેવું ના હોય ! તોય, બે દી પ્લાનિંગ કરે પછી નવા કપડા પેહરી, સ્કુટી પેપ કે એકટીવા લઈને હોશે હોશે નીકળી તો પડે !
બસ,
આ જોશે! પેલું જોશે!
આ શું છે ? પેલું શું છે ? અંકલ !
આના કેટલા ? પેલાના કેટલા ? અંકલ !
બસ, આ સીન ૫-૬ કલાક આમ જ ચાલશે ! પણ લેહે કઈ નઈ હો !
વધુમાં વધુ, એક બે ટી શર્ટ ઉપાડશે, ભાવ પૂછશે, વળી એને ચેક કરવાના બહાને પોતાને અરીસામાં જોઈ આવશે! અને મનોમન મલકાશે! લે આ તો હું જ ! (ખી ખી ખી) (દુકાનદાર અંદરથી હરખાય કે આટલા કલાક બાદ મેડમ આ એક ટી શર્ટ તો લઇ જ જાહે) પણ છેલ્લે કેહ્શે, “અક્ચ્યુઅલી આ કોમ્બીનેશન તો ઓલરેડી મારી પાસે છે જ” !! (દુકાનદાર મનોમન ગુસ્સામાં “હા, તારી પાહે તો હોય જ ને, એશ્વર્યા !!”)
છેલ્લે, ઘરે જવાનો સમય નજીક થવા આવે એટલે ૫-૬ ડીશ પાણીપૂરી ખાઈને ફટોફટ ઘરે ભાગશે !
સાંજે પોતાના ભાગનું કામ પતાવી, ફટોફટ લેપટોપ ચાલુ કરી, ફેસબુક ખોલી સ્ટેટસ મુકશે .