એનદ્રોઇદ વન રહ્યો નિષ્ફળ

છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો ગુગલનો એન્ડ્રોઇડ વન

સસ્તો, સારો અને ભાષાઓ માટે સુવિધાજનક ગુગલનો એન્ડ્રોઇડ વન ભારતમાં લોન્ચ થયો, પરંતુ યુઝર્સને તે વધારે પસંદ પડ્યો નથી.કારણ કે, દાવો કરવામાં આવ્યો હતો કે ગુગલના એન્ડ્રોઇડ વન થકી સ્માર્ટફોનની દુનિયા બદલાવાની છે, મોબાઇલમાં ક્રાન્તિ આવવાની છે, પરંતુ તેવું કંઇજ થયું નહીં.

ફેક્ટ ફાઇલઃ

છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો ગુગલનો એન્ડ્રોઇડ વન
  • એન્ડ્રોઇડ વન ગુગલનું એક એવું વિશિષ્ટ પ્લેટફોર્મ છે, જેનો ઉદ્દેશ્ય સસ્તા અને સારા સ્માર્ટફોન બનાવવાનો છે, જેના ફીચર ગુગલ કંપની નક્કી કરે છે.
  • ગુગલે એન્ડ્રોઇડ વનની માર્કેટિંગ પર જ એકલા 100 કરોડનો ખર્ચ કર્યો, મીડિયાના તમામ પ્રારુપોમાં જોરદાર કેમ્પેન ચલાવ્યું, પરંતુ યુઝર્સે વધારે મહત્વ આપ્યું નહીં.
  • માઇક્રોમેક્સ તથા કાર્બન જેવી ભારતીય કંપનીઓ એન્ડ્રોઇડ વન પર આધારિત ફોન બનાવી રહી છે, જેની કિંમત 6 હજાર રૂપિયાની રેન્જમાં છે. જેમાં ગુગલના તમામ ઉપયોગી ફીચર ઇનબિલ્ટ છે.
  • એન્ડ્રોઇડ વનમાં ભારતના નાના શહેરો તથા ગામડાઓને ધ્યાનમાં રાખીને તેમાં ભારત માટે ખાસ ફીચર રાખવામાં આવ્યા છે, એન્ડ્રોઇડ વન હિન્દી સહિત અન્ય ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.
  • ભારતીય બજારોમાં એન્ડ્રોઇડ વનને અપેક્ષિત સમર્થન નહીં મળવાનું કારણ ચીનથી આવી રહેલા પ્રીમિયમ રેન્જના લાંબી ચાલતી બેટરીવાળા અને સારા કેમેરાવાળા ફોન છે, જે 7થી 20 હજારની રેન્જમાં ઉપલબ્ધ છે.
  • સ્માર્ટ ફોન બજારમાં એન્ડ્રોઇડની ભાગીદારી 85 ટકા, એપલની 12 અને વિન્ડોઝની 3 ટકા છે.
  • આઇડીસીના આંકડાઓ અનુસાર ભારતમાં સ્માર્ટફોન્સના વેચાણમાં 186 ટકા વધારો થયો છે, જેમાં 78 ટકા ફોન 12 હજાર કરતા ઓછા બજેટના હતા.
  • યુઝર્સને એન્ડ્રોઇડ વન વધારે પસંદ નહીં પડવા પાછળનું પ્રમુખ કારણ એ સામે આવ્યું છેકે ભારતમાં હજુ સારા હાર્ડવેર વધારે પસંદ કરવામાં આવી રહ્યાં છે, જ્યારે એન્ડ્રોઇડ વનમાં વધુ ભાર સોફ્ટવેર-ઓપરેટિંગ સિસ્ટમ પર રહ્યું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,514 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 2 =