આપણા બધા ગુજરાતીઓ હરવા-ફરવાના ખુબજ શોખીન હોય છે. ચોમાસાની ઋતુ એટલે હિલ સ્ટેશનમાં ફરવાની સૌથી સારી અને પ્રકૃતિની નજીક રહેવાની સીઝન.
આજે અમે તમને મહેસાણા માં આવેલું ‘તારંગા હિલ સ્ટેશન’ ની સૈર કરાવવાના છીએ. આ પ્લેસ પર જૈન લોકોના મંદિર આવેલ છે. અહી પહાડ ઉપર પાંચ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલા છે.
ગુજરાતના મહેસાણા જિલ્લાની અંદર આવેલું તારંગા એક નીરવ અને બ્યુટીફૂલ હિલસ્ટેશન છે. તારંગાની ટેકરીની ઉંચાઇ આશરે 365.76 જેટલી છે અને મુખ્ય રોડથી 9 કિલોમીટર દૂર આવેલી છે. મોનસુનમાં તમારે આ જગ્યાએ જવું જ જોઈએ.
ગુજરાતમાં ઘણા પ્રવાસન ક્ષેત્રો આવેલા છે. મહેસાણા નજીક આવેલ આ પર્યટન સ્થળ પ્રવાસીઓનું ઘ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. લીલા કાચ જેવું પાણી ધરાવતા સાગરની વચ્ચે આવેલા આ શાંતિ અને આનંદ આપે છે.
આ હિલ સ્ટેશન મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને વિસનગર થી 50 કિલોમીટર. અહીનું મંદિર 1121 ની અંદર સોલંકી વંશના રાજા કુમારપાલે બનાવડાવ્યું હતું. તેમણે આ મંદિર તેમના ગુરૂ આચાર્ય હેમચંદ્રાચાર્યના કહેવાથી બનાવડાવ્યું હતુ. દિગમ્બર જૈન અહીંની ત્રણ ઉંચી ટેકરીઓ પર વસવાટ કરે છે. તારંગા એ સિધ્ધ ક્ષેત્ર છે.
પ્રાચીન જૈન પ્રબંધો અને તીર્થમાળામાં તારંગોને તારઉર, તારાવરનગર, તારણગિરિ, તારણગઢ, વગેરે નામોથી ઉલ્લેખવામાં આવ્યો છે. વર્તમાનમાં તારંગા નામ પ્રસિદ્ધ થયું છે. આ પહાડની રચના લગભગ ઇડરના પહાડ જેવી છે. મહેસાણાથી આવતી રેલ્વે લાઇનમાં તારંગા છેલ્લું હીલ સ્ટેશન છે. તારંગા જવા માટે ઘણી બધી સગવડો છે ત્યાં તમે બસ દ્વારા પણ પહોચી શકો છો.
આ જૈન લોકોનું મુખ્ય તીર્થસ્થાન છે. અહી ભવ્ય જૈન દેરાસર એક જ શિલામાંથી બનાવવામાં આવ્યું છે. આ ટેકરી પર્વતોની વચ્ચે અને શહેરી વિસ્તારથી દુર આવેલ છે. અહીંનું વાતવરણ ખુબ જ શાંત અને શુધ્ધ છે. અહી જતા એવો આભાસ થાય છે કે કુદરતે બધી સોંદર્યતા અહી જ વિખેરી છે. આ અવિસ્મરણીય છે.