ચોક્કસ અજમાવી જુઓ, સ્વાસ્થ્યવર્ધક આ Tips!

zena-lezi-sreca33

આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની, પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતા હોય છે.

જોકે વધારે પ્રમાણમાં એલોપેથી દવાઓનો સહારો એવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકશાનદાયક છે. વેલ, ચાલો જાણીએ એવી જરૂરી ટીપ્સ જે છે આપણા સ્વાસ્થ્ય માટે છે એકદમ ઠીક.

પેટમાં આવતી ચૂક

આ સમસ્યા ને દુર કરવા માટે બે ગ્રામ મેથીનું ચૂરણ દહીં સાથે લેવાથી આ બીમારી દુર થશે.

પેટની બળતરા

ખજુરનું જ્યુસ પીવાથી આ સમસ્યા દુર થશે.

વારંવાર આવતી હેડકી

નવશેકું પાણી પીવાથી હેડકીનો પ્રોબ્લેમ દુર થશે.

વારંવાર થતી ઉલટી

દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસુરનો શેકેલો લોટ નાખી પીવાથી ઉલટીની સમસ્યા દુર થશે.

ત્વચાની અશુદ્ધિઓ દુર કરવા

આ તકલીફ માટે મહિલાઓ એ મહિનામાં એક વાર મોઢા પર ફેશિયલ કરાવવાની જરૂર છે. આમ કરવાથી ત્વચાની અશુધ્ધિઓ દુર થશે.

સંધિવાનો દુઃખાવો

રાઈના તેલમાં ચમચી જેટલો ઓનિયન રસ ભેળવીને પીવાથી સંધિવાનો દુઃખાવ દુર થશે.

કમજોરી ના કારણે આવતા ચક્કર

મરીનું ચૂરણ ધી અને સાકારમાં નાખીને લેવાથી આ સમસ્યા દુર થશે.

ગરમ પાણીથી દાઝવું

જો ગરમ પાણીથી ક્યારેક દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ નાખવો.

મોં માં આવતી વાશ

આ સમસ્યા માટે તમે વરીયાળીનું જ્યુસ પી શકો છો. ઉપરાંત દાડમ ની છાલ પણ ચાવી શકો છો.

પીળા દાંત દુર કરવા

મીઠું અને ખાવાનો સોડા દાંત પર ઘસવાથી પીળા દાંત દુર થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,063 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 3 =