આ કેવો અનોખો પ્રયાસ

ચોકલેટ દ્વારા ટ્રાફિક અવેરનેસ લાવવાનો અનોખો પ્રયાસહાલ ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદ લઇને લોકોને ટ્રાફિક નિયમોના પાઠ ભણાવી રહી છે. ત્યારે આજે સેટેલાઇટ પોલીસે બે સ્થળોએ ચાર સ્કૂલના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને સાથે રાખીને વાહનચાલકોને ચોકલેટ આપી હતી.

જો કે આ ચોકલેટ આપવા પાછળનું કારણ વાહનચાલક જ્યારે ઘરે જાય ત્યારે તે તેના બાળકોને આપે અને તેમના બાળકો ક્યાંથી લાવ્યા તેવું પૂછે તો તેના પિતા કહે તો ખરા કે ટ્રાફિક નિયમનું ભંગ કરતાં મને ચોકલેટ અપાઇ હતી. જેથી કરીને પિતાને આવું કહેતા તેઓ શરમ અનુભવે અને તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવું એક બાળકે કહ્યું હતું.

સેટેલાઇટ પોલીસે ટ્રાફિક પોલીસ અંતર્ગત શરૃ કરાયેલી ઝુંબેશને પગલે આજે રામદેવ ચોકડી અને જોધપુર ચોકડી પાસે ચાર શાળાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને સાથે રાખીને એક કાર્યક્રમ કર્યાે હતો. જેમાં જે પણ વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યાે હોય તેઓને ઊભા રાખીને બાળકો તેમને ચોકલેટ આપતાં હતાં અને તે ચોકલેટ પોતે ન ખાઇ ઘરે તેમના બાળકોને આપવા કહેતાં હતાં. જ્યારે આ ચોકલેટ આપવા પાછળનું કારણ પૂછતાં જ્યારે મા-બાપ તેમના પુત્રોને ચોકલેટ આપે અને ત્યારે તેનું કારણ ટ્રાફિક નિયમોનો ભંગ કર્યા છે તેવું તેઓ તેમના બાળકને કહે ત્યારે તેઓનું માથું શરમના માર્યે ઝૂકી જાય તેવું જ હતું તેવું પીઆઇ જે.એમ.પટેલે કહ્યું હતું.

 સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,299 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 12