સામગ્રી
મલાઈ – ૧૦૦ ગ્રામ
ડ્રાય કોકોનટ પાઉડર – ૧૦૦ ગ્રામ
બૂરું ખાંડ – ૨ ટેબલસ્પૂન
કોકો પાઉડર – ૨ ટેબલસ્પૂન
ગ્લુકોઝ – ૨થી ૩ પેકેટ
રીત
બિસ્કિટના નાના ટુકડા કરી બ્લેન્ડરમાં ક્રશ કરી લો.
પછી તેમાં કોકો પાઉડર, એક ટીસ્પૂન બૂરું ખાંડ, કોકો પાઉડર અને થોડી મલાઈ મિક્સ કરી લોટ જેવું બાંધી લો.
હવે બાકી રહેલી મલાઈમાં કોપરાનું છીણ અને બૂરું ખાંડ મિક્સ કરી આનો પણ લોટ બાંધી લો.
ત્યારબાદ બે પ્લાસ્ટિક સીટ લઈ એક પ્લાસ્ટિક સીટ ઉપર બિસ્કિટવાળું મિશ્રણ હળવા હાથે વણી લો.
બીજી પ્લાસ્ટિક સીટ ઉપર મલાઈ અને કોપરાના છીણવાળું મિશ્રણ રાખી હળવા હાથે મોટો રોટલો વણી લો.
બિસ્કિટના રોટલા ઉપર કોપરાના છીણવાળો રોટલો મૂકો.
ઉપર તથા નીચેના પ્લાસ્ટિકને હળવા હાથે ઉખાડી રોટલાને ધીરે ધીરે ગોળ વાળી લો.
ગોળ વાળ્યા બાદ તેને એકથી સવા કલાક સુધી ફ્રીઝમાં સેટ થવા માટે મૂકો.
રોલ થોડો કડક થઈ જાય એટલે બહાર કાઢી તેના એકસરખા પીસ કરી સર્વ કરો.
નોંધ :
ગ્લુકોઝ બિસ્કિટને બદલે ચોકલેટ બિસ્કિટ લેવાં હોય તો કોકો પાઉડર ન નાખવો.