ચીનમાં બની દુનિયાની સૌથી મોટી ફિલ્મ સ્ક્રીન, અચૂક જાણો

cinema-screed_56fe5deb44055

જયારે કોઈ નવી વસ્તુનું ઇન્વેન્શન થાય એટલે આપણા મનમાં સૌથી પહેલા ચીન આવે, આપણને એમ થાય કે આ વસ્તુતો ચીને જ બનાવી હશે. જોકે, વાસ્તવમાં પણ એવું જ હોય છે.

દુનિયાની સૌથી મોટી ફિલ્મ સ્ક્રીન બનાવવાનો દાવો ચાઈના એ જ કર્યો છે. ચાઈના માં ટેકનોલોજીનું કઈક અલગ જ મહત્વ છે. અહીના નાના નાના બાળકો પણ એવી વસ્તુઓ શોધી કાઢે છે જે આપણા મગજની બહાર હોય છે.

ચીનની એક કંપનીએ એવી સ્ક્રીનનું નિર્માણ કર્યું છે, જેણે દુનિયાની સૌથી મોટી સ્કીન માનવામાં આવે છે. આ વિશાળકાય સ્ક્રીન 100 x 25 મીટર આકાર વાળી અને 1.6 ટન વજનની છે. પૂર્વ ચાઇના ના એન્હુઈ પ્રાંત માં સ્થિત સ્ટાર સ્ક્રીન કંપની લિમીટેડ ને આ સ્કીનને વિકસિત કરવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો.

સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆ એ સમિતિના ઉપનિર્દેશક યાંગ શીપેઈ એ કહ્યું કે નેશનલ સ્ટાન્ડર્ડની તુલનામાં આ ઉત્પાદકની અમુક ટેકનિકલ વિશિષ્ટતાઓ ખુબજ સારી છે. ઉદાહરણ તરીકે, આનો થ્રી-ડી પ્રભાવ ખુબ જોરદાર છે. મૂવી થિયેટર્સ અને થીમ પાર્કથી આઠ ઓર્ડર મળી ચુક્યા છે.

આને ચીનની ફિલ્મ એડ્મિનિસ્ટ્રેશન ઓફ સાયન્સ અને ટેકનોલોજી સમિતિ એ દુનિયાની સૌથી મોટી સ્ક્રીન હોવાની માન્યતા આપી છે. જોકે, કંપનીને સ્ક્રીન માટે બેલેન્સ જાળવી રાખવા અને ટ્રાન્સપોર્ટેશન માં ઘણી ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

કંપની જણાવે છે કે આ સ્ક્રીનને સત્તાવાર રીતે લોન્ચ કર્યા પછી વધારે ઓર્ડર્સ મળશે. ચાઇના ફિલ્મ ઇક્વિપમેન્ટ કંપનીના જનરલ મેનેજર લિન મિન્જી એ જણાવ્યું કે આખા દેશમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 3,300 કરતાં વધુ નવા થિયેટરો ખુલ્યા છે.

Comments

comments


6,919 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 1 =