ચીનમાં પોલીસ જવાનોને સખત તાલીમ આપવામાં આવે છે, જોકે તેની સાથે પોલીસ ડોગ્સને પણ આ જ રીતે તાલીમ આપવામાં આવે છે. હાલમાં રેડિટ.કોમ પર અપલોડ થયેલી તસવીરો દર્શાવે છે કે કઇ રીતે પોલીસ ડોગ્સ ખાવાનું લેવા માટે શિસ્તબદ્ધ લાઇનમાં ઉભા રહે છે. તેઓ એક પછી એક આગળ વધે છે અને તેમને એક કર્મચારી ડિશમાં ભોજન પિરસે છે. આ તસવીરોને બે દિવસમા 19 લાખ વ્યૂઝ, 795 કોમેન્ટ અને 6,900 થી વઘુ લાઇક્સ મળી છે.
અમુક યૂઝર્સે આ તસવીરને જોઇ ચીનની મજાક ઉડાવતા લખ્યું કે,‘હવે ચીનમાં પોલીસ ડોગ્સ માટે પણ ફ્રી મીલ સ્કિમ લાગુ થઇ હોય તેવુ લાગે છે.’ જોકે અમુક લોકોએ પોલીસ ડોગ્સને ખાવામાં શું આપવામાં આવે છે તે અંગે સવાલો પણ કર્યા હતા.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર