જાણો ચીન નો સૌથી લાંબો બ્રિજ જે સમુદ્ર પર બન્યો છે

China World's longest bridge built over the sea, has a length of 42 KM

પૂર્વીય ચીનમાં શૈનડોન્ગ રાજ્યમાં સમુદ્ર પર બનેલો વિશ્વનો સૌથી લાંબો બ્રિજ આવેલો છે. કિંગડાઓ હૈવાન બ્રિજની લંબાઇ 42 કિલોમીટર છે. આડા-અવળી ડિઝાઇનવાળા આ બ્રિજ પરથી રોજ 30 હજારથી વધુ કારો પસાર થાય છે. આ પહેલા અમેરિકાના લુસિયાના સ્ટેટમાં આવેલા 37 કિલોમીટર લાંબા બ્રિજને સૌથી લાંબા સમુદ્રી બ્રિજનો દરજ્જો મળેલો હતો.

આ બ્રિજ પર 6 લેનનો માર્ગ બનાવવામાં આવેલો છે, આ બ્રિજ શૈનડોન્ગ રાજ્યના કિંગડાઓ શહેરને હુઆંગડાઓ શહેર સાથે જોડે છે. 8.6 બિલિયન યુએસ ડોલરથી બનેલા આ બ્રિજને બનતા 4 વર્ષનો સમય લાગ્યો હતો અને 2011માં તૈયાર થઇ ગયો હતો. આ બ્રિજને બનાવવા માટે 10 હજાર વર્કરોએ ઘણી મહેનત કરી હતી.

4.50 લાખ ટનનો આ બ્રિજ 5200 પિલર્સ પર ઉભો રહેલો છે. આ બ્રિજ 8ની તિવ્રતાવાળા ભૂકંપ બાદ પણ ધ્વસ્ત નહીં થાય. આ ઉપરાંત વિશ્વનો સૌથી લાંબો રેલ્વે બ્રિજ પણ ચીનમાં જ આવેલો છે. શાંઘાઇ પાસે આવેલો દયાંગ-કુશન રેલ્વે બ્રિજની લંબાઇ 164 કિલોમીટર છે.

China World's longest bridge built over the sea, has a length of 42 KM

China World's longest bridge built over the sea, has a length of 42 KM

China World's longest bridge built over the sea, has a length of 42 KM

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

4,969 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 − = 0