આમ તો તમે ઘણી વિશાળ અને સુંદર ગુફાઓ જોઈ હશે અને તેમાં ગયા પણ હશો. પણ શું દુનિયાની સૌથી સુંદર ગુફા વિષે જાણ્યું છે? ચીનના વિયેતનામ પ્રાંતના જંગલોની ઊંડાઈમાં વિશ્વની સૌથી મોટી ગુફા છે. આ દુનિયાની સૌથી લાંબી અંડરગ્રાઉન્ડ ગુફા છે.
આ ગુફાનું નામ ‘હેંગ સેંગ ડોંગ’ છે. આ ગુફા વિષે સૌથી આશ્ચર્યની અને ખાસ વાત એ છે કે આ ગુફા એટલી મોટી છે કે આમાં 40 મોટી મોટી બિલ્ડીંગો તમે બનાવી શકો છો અને આ ગુફામાં પોતાનું જંગલ, પોતાના પર્વત, પોતાના ઝરણા, પોતાના વાદળો, પોતાની ખીણો અને પોતાનો મોસમ અને ઘણું બધું ધરાવે છે.
લોકોનું કહેવું છે કે આમાં જતા તેઓને ડર લાગે છે. કારણકે આની અંદર અલગ અલગ પ્રકારનો અવાજ આવે છે. આ ગુફાની પોતાની જ આબોહવા અને પવન છે. આ લીલા રંગની ગુફા છે. આમાં નબળા દિલ વાળા લોકો ન જઈ શકે. આમાં નદીઓ પણ આવેલ છે અને અંદરથી રસ્તો અંધકારમય અને લપસી જવાઈ તેવો છે.
આની અંદર જતા તમને એવું ચોક્કસપણે ફિલ થશે કે તમે કોઈ નવી જ દુનિયામાં આવી ગયા છો. આ સોંદર્યથી ભરી પડેલ છે. આ વિશાળકાય ગુફાનું પરિમાણ 107.8 લાખ ઘન મીટર છે. અહી લોકો હરવા ફરવા માટે આવે છે અને સાથે પોતાના કેમેરામાં આ દિલકશ જગ્યાની તસ્વીરો લઇ જાય છે.
આની શોધ 1991 માં ‘હો ખાન‘ નામના વ્યક્તિએ કરી હતી, પરંતુ પાણીનો ભયંકર અવાજ અને અંધારાને કારણે કોઈએ પણ આની અંદર જવાની હિંમત ન કરી. ત્યારબાદ વર્ષ 2009 માં ‘બ્રિટિશ કેવ રિસર્ચ એસોસિયેશન’ એ એક અભિયાન ચલાવીને અંદરના નઝારાથી દુનિયાને રૂબરૂ કરાવ્યા. અહીના રસ્તા પર રંગબેરંગી પતંગીયઓ અને ફૂલોની સુગંધ તમને મંત્રમુગ્ધ કરી દેશે.
અહી દોરડાની મારફતે જયારે તમે 262 ફૂટ દિવાલની નીચે ઉતરશો ત્યારે તમે વાદળોને ઉપર જોઈ શકશો. આને પર્યટનો માટે ખોલવામાં આવી છે.