પંચમઢી એક હિલસ્ટેશન છે. તેથી ત્યાં ડુંગરાળ વિસ્તાર, જંગલો અને મેદાની વિસ્તાર વગેરે બધું જ છે. મોનસૂનમાં કોઇપણ હિલસ્ટેશન માં જવાની મજા અલગ જ હોય છે. ચોમાસામાં હિલસ્ટેશન ઉપરાંત વાઈલ્ડલાઈફમાં જવાનો અનેરો આનંદ આવે છે.
પંચમઢી મધ્યપ્રદેશમાં આવેલ છે. એમપી ના હોશંગાબાદ જીલ્લામાં આવેલ પંચમઢી ભારતના સૌથી સુંદર સ્થળોમાંથી એક છે. અહી જોવા માટે ઘણી બધી ગુફાઓ અને બેમ્બુ ફોરેસ્ટ છે. આને મધ્યપ્રદેશનું ‘કશ્મીર’ કહેવામાં આવે છે. આ સાતપુડાની વાડીઓમાં વસેલ છે.
અહી તમને એક નહિ પણ અનેક ધાર્મિક ગુફાઓ જોવા મળશે. ઉનાળામાં અહી જવાનો સારો સમય છે પણ ચોમાસામાં તમે કોઇપણ જગ્યાએ જઇ શકો છો. અહી તમે પ્રકૃતિનો ભરપૂર આનંદ લઇ શકો છો. આને એક પવિત્ર તીર્થ પણ માનવામાં આવે છે. અહીના પવિત્ર તળાવો અને નદીના દર્શન કરવા લોકો દુર-દુરથી આવે છે. અહીના ઝરણાઓ અને નદીઓ લોકોને મંત્રમુગ્ધ કરી મુકે છે.
આ એક ધાર્મિક સ્થળ પણ છે. અહીંથી તમને ધાર્મિક ચર્ચ અને બ્રિટીશકાળની જૂની ઈમારતો પણ જોવા મળશે. પંચમઢી ગામથી એક કિમીના દુર અંતરે ‘જટાશંકર’ નામની એક ગુફા છે, જે ખુબ જ પવિત્ર છે. ઉપરાંત અહી ભગવાન શિવના પણ તમને ઘણા બધા મંદિરો જોવા મળશે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ નો થોડો સમય પંચમઢી માં વિતાવ્યો હતો. અહી તેની પાંચ ગુફાઓ અને પાંચ ઝુંપડીઓ હતી. કદાચ તેના કારણે જ આ સ્થળનું નામ પંચમઢી પડ્યું.
અહી અગણિત ગુફાઓ અને મંદિરો આવ્યા છે. અહી તળાવો પણ આવેલ છે, જેના કારણે પર્યટકોને આ સ્થળ વિઝીટ કરવામાં વધારે મજા આવે છે. પંચમઢીમાં દુર્લભ જડીબુટ્ટીઓ પણ મળે છે. અહી મધ્યપ્રદેશ સરકારનું મૃગનયની એમ્પોરિયમ પણ મહત્વપૂર્ણ સ્થળ છે. આ શહેરમાં પ્રકૃતિનો વૈભવ ખુબજ વિરાટ છે. રેલવેના માધ્યમે પણ તમે અહી જઈ શકો છો.