ઋષિકેશને યાત્રાનું ઘામ માનવામાં આવે છે. આ ભારતના ઉત્તરાખંડમાં આવેલ એટલેકે હિમાલયના પર્વતો પાસે આવેલ છે. આની નજીક ઘણા બધા ઘાર્મિક સ્થળો આવેલ છે. ઋષિકેશ હરિદ્વારથી ૨૬ કિમી અને દેહરાદુન થી ૪૩ કિમી ના અંતરે દક્ષીણ-પૂર્વ માં સ્થિત છે.
આ યાત્રાઓ માટે પ્રસિદ્ધ ઘામ છે. આને ‘યોગ ભૂમિ’ પણ કહેવાય છે. અહીના હસીન પહાડોમાં રમતી ગંગા નદીની લહેરો જોઇને તમે મંત્રમુગ્ધ થઇ જશો. અહી ખુબ જ શાંત વાતાવરણ હોવાથી સ્વયં ગંગા દેવીની નજીક અને પ્રકૃતિનો અલગ જ અનુભવ થાય છે.
આ પવિત્ર તીર્થ સ્થાનને હિંદુઓનું સૌથી સ્થાન માનવામાં આવે છે. ઋષિકેશ સંપૂર્ણપણે શાકાહારી શહેર છે. અહીનું વાતાવરણ યુરોપીય પ્રકારનું છે. અહી નો મોસમ વર્ષમાં ઘણી વાર બદલતો રહે છે. આ પવિત્ર ઘામમાં જવાથી મનમાં કઈક અલગ જ ભગવાનનો અહેસાસ થાય છે.
ગંગા નદીના કિનારે વસેલ ઋષિકેશ ત્રણેય તરફથી પહાડોની વચ્ચે ઘેરાયેલ છે. આ હરિદ્વારની પાસે જ છે. આને પવિત્ર શહેર માનવામાં આવતું હોવાથી તે લોકોને મોક્ષના દ્વાર તરફ લઈ જાય છે.
અહી ઘણા મંદિરો, આશ્રમો, યોગ સંસ્થાનોની સાથે જ્ઞાન અને શાંતિ પ્રાપ્ત કરવાનું પ્રતિક માનવામાં આવે છે. તમે અહી વેકેશન પણ એન્જોય કરી શકો છો. કારણકે અહી મંદિરો અને પવિત્ર સ્થળોને છોડીને બંજી જમ્પિંગ, લોંગ જીપ લાઈનીંગ, કલીફ જમ્પિંગ, ટેકિંગ અને રાફટીંગ એવા એડવેન્ચરસ સ્થળો પણ આવેલ છે.
ઋષિકેશને ભારતની ‘યોગ રાજધાની’ પણ કહેવાય છે. મેડીટેશન માટે તમને આનાથી સારી જગ્યા આખા વિશ્વમાં નહિ મળે. દુર-દુરથી લોકો ઋષિકેશનું પ્રાકૃતિક સોંદર્ય જોવા માટે આવે છે. જેમણે આધ્યાત્મિક સુખની ચાહ હોય તેમણે તો આ જગ્યાએ જવું જ જોઈએ.
આધ્યાત્મિક સ્થળો તરીકે અહી લક્ષ્મણ ઝૂલો, ત્રિવેણી ઘાટ, સ્વર્ગ આશ્રમ, નીલકંઠ મહાદેવ મંદિર, ભરત મંદિર, કૈલાશ નિકેતન મંદિર, વશિષ્ઠ ગુફા અને ગીતા ભવન જેવા સ્થળો જોવાલાયક છે.