ફરવા જવું કોને ન ગમે? જોકે, દિવાળી નજીક જ આવી રહી છે. જેમાં લોકો પ્રવાસે જવાનું વિચારી રહ્યા હોય છે. તો તમે કેરલના કન્નુરમાં પ્રવાસ કરી શકો છો. કેરલ આમપણ ખુબ જ સુંદર જગ્યા છે. લગભગ તમે અહીના બધા જ પર્યટન શહેરો વિષે જાણતા જ હશો.
તેમાંથી એક છે ‘કન્નુર’. કન્નુર કેરલ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ છે. આ કેરલ ના વલપટ્ટનમ થી લગભગ ૭ કિલોમીટરના અંતરે આવેલ છે.
કન્નુર પ્રસિદ્ધ મલાબાર સાગર તટનો એ હિસ્સો છે જેણે ‘ટેમ્પલ ઓફ ધ લોડ’ કહેવામાં આવે છે. આની પ્રાકૃતિક સુંદરતા ખુબ જ અદભૂત છે. અમુક જગ્યાએ ઊંચા ઊંચા તાડના વૃક્ષો વાતાવરણને મનોરમ્ય બનાવી દે છે.
કન્નર સમુદ્રતટ થી લગભગ ૧૮૦૦ મીટરની ઊંચાઈએ આવેલ છે. આ નીલગીરી ના પહાડો પર સ્થિત બીજા નંબરનું સૌથી મોટું હિલસ્ટેશન છે. આ કેરલની જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વિરાસત માટે પ્રસિદ્ધ છે.
કન્નુર ની થય્યમ નુત્ય પરંપરા ખુબ જ પ્રખ્યાત છે. કન્નરમાં જોવા લાયક સેન્ટ એન્ગલો કિલ્લો, મોપીલા કિનારો, ઈઝહીમાળા, થાલેશરી કિલ્લો, ઈલ્લીકુન્નું, સર્પ પાર્ક, વાલ્પત્ત્નમ, અન્ઝરાકુંદી, જીમ્નાસ્ટીક કેન્દ્ર અને પાઈથલ મલા વગેરે અહીના પ્રખ્યાત અને જોવાલાયક સ્થળો છે.
તમારે જો પ્રાકૃતિક અને લીલીછમ હરિયાળીથી છવાયેલ સુંદર પ્રાકૃતિક નઝારો જોવા હોય તો કન્નુર સિવાય બીજું કોઈ સ્થળ તમને ન મળી શકે. ઉપરાંત અહી ‘કેતી વેલી’ નામનું ખુબ જ સુંદર ઝરણું વહે છે. કન્નુરને સારું સ્થળ માનવામાં આવે છે કારણકે અહીનો રેતીલો તટ, ક્ષેત્રના વિશાલ ભાગમાં ફેલાયેલ છે. અહી જવાથી પર્યટકોને આરામ અને ખુશી પ્રદાન થાય છે.
કન્નુરમાં પકવાન તરીકે બિરયાની ખુબ જ પ્રખ્યાત છે. ઉપરાંત લચ્છા પરોઠા પર અહીના ફેમસ છે. અહીના વ્યંજનની વાત જ નિરાળી છે.