ફિલ્મો જોવા જવી એ છોકરાઓ અને છોકરીઓ બંને માટે એક ક્રેઝ બની ગયો છે. ઘણી વખત તેઓ અન્ય વસ્તુઓ પર ખર્ચ કરવાનું ટાળે છે પરંતુ ફિલ્મ તો તેઓ દર અઠવાડિયે જોવા તો જાય જ છે. આ વસ્તુ હવે યુવાનો ની આદત બનતી જાય છે. પરવારિક ફિલ્મો જોવા જવી એ કઈ ખોટી વાત નથી. પણ કરૂણાંતિકા એ છે કે મોટા ભાગના ભારતીય ફિલ્મો માં સેક્સ, હિંસા, ગુનાખોરી અને અન્ય વિચલનો હાજર દ્રશ્યો બતાવાય છે જે સામાન્ય માનવ વર્તન માટે ઘાતક સાબિત થાય છે.
જયારે મોટેભાગે અસંસ્કારી રોમેન્ટિક દ્રશ્યો યુગલ ગીતો સાથે બતાવવામાં આવે છે અને પછી તે જ વસ્તુઓ આજ ના યુવાનો છોકરીઓનો પીછો કરવો અને તેમના પર વલ્ગર જોક્સ કેહવામાં ઉપયોગ કરે છે.શિક્ષણ અને અન્ય નિષ્ણાતો દ્વારા વારંવાર જાણવા મળે છે કે નગરો માં કે શહેરોમાં મહિલાઓ પર થતા બળાત્કાર જેવા માનવીય કૃત્ય પાછળ એકમાત્ર આ સિનેમા જ જવાબદાર છે. પડદા પર અભિનય કરતા હીરો ની એક્ટિંગ થી પ્રભાવિત થઇ લોકો તેને રીયલ લાઈફ માં ખોટી રીતે અને ખોટા ખોટા કામો માં અપનાવે છે. આમ, સામાજિક ફેબ્રિક અને યુવાન લોકો ની નૈતિકતા પર પ્રતિકૂળ રીતે અસર થાય છે
કહેવાય છે કે, સિનેમા એ શિક્ષણ અને સૂચના નું એક સારૂ માધ્યમ તરીકે સેવા આપી શકે છે. કોઈ જેવું અસરકારક રીતે ફિલ્મો દ્વારા લોકો સુધી પોહચાડી શકાય તેવી રીતે બીજા માધ્યમો થી ના પોહચાડી શકાય. પ્રેમ દ્રશ્યો, પ્રેમી યુગલો, ચીલાચાલુ સૂત્ર કથાઓનો પ્રભાવ તંદુરસ્ત અથવા સારી નૈતિકતા અને સારી વર્તણૂક કરતા વિપરીત પડે છે. યુવાન છોકરા અને છોકરીઓ પડદા પર દેખાડવામાં આવતા સમૃદ્ધિ અને ગ્લેમર દ્વારા આકર્ષાય છે, આને આજ વસ્તુ યુવાનો ને ઘરે થી ભાગી જવા કે પછી તેમના માતા-પિતા પર દબાણ કરી ફિલ્મોમાં એક્ટિંગ કરવાનો શોખ પૂરો કરવા પ્રેરિત કરતી હોય છે.
સિનેમા દ્વારા યુવા નકારાત્મક સામાજિક મૂલ્યો પોતાના જીવન માં ઉતારે છે, ગ્રામીણ અને શહેરી બંને યુવાનો આવી ખોટી લાલચોમાં આવી ખોટા કામોમાં પોતાના જોંખી દે છે. આપણે એવી દલીલ નથી કરતા કે ફિલ્મો પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોવા જોઈએ. પરંતુ એક સારી પરવારિક અને એક સારો ઉદ્દેશ આપતી ફિલ્મો જ બનવી જોઈય્યે એવા અમુક પગલાંઓ ભરવા જરૂરી છે અને મત્ર માંજોરંજન હેઠળ બનતી ફિલ્મો પર રોક લગાવી આજની યુવાન પેઢી ને સાચા માર્ગ તરફ દોરવા જોઈય્યે કેમ કે ફિલ્મો થી શ્રેષ્ઠ બીજો કોઈ માર્ગ નથી યુવાનો ને સાચો માર્ગદર્શન આપવા માટે.