ચાલો જાણીએ ભારતના સૌથી સુંદર અને પ્રસીધ્ધ બગીચાઓ વિષે…
બોટેનિકલ ગાર્ડન, ઉંટી
ઉંટીના આ ગાર્ડનને ૧૮૪૭માં બનાવવામાં આવ્યું હતું. આ ગાર્ડનમાં ૨૦૦૦થી પણ વધુ છોડ- વૃક્ષોની વિદેશી પ્રજાતિઓ છે. આ ગાર્ડનની દેખરેખ તામિલનાડુ સરકારના હોર્ટીકલ્ચર ડીપાર્ટમેન્ટ કરે છે. અહી દર વર્ષે મેં મહિનાના અંતમાં ‘સમર ફેસ્ટીવલ’ ની ઉજવણી કરવામાં આવે છે જે ટુરિસ્ટ લોકોને ખુબ ગમે છે. આ ઉપરાંત ઉંટીમાં લીલી પાઉન્ડ અને એક કોર્ક વૃક્ષ પણ છે જે હજારો વર્ષ જુના છે.
પીન્જોર ગાર્ડન, ચંડીગઢ
જો તમે ચંડીગઢ જાઓ તો તમને આ ગાર્ડનમાં ફરવું ખુબજ ગમશે. સ્થાનિક લોકો આ ગાર્ડનને ‘યાદવિન્દ્રા’ના નામે ઓળખે છે. પીન્જોર ગાર્ડનએ ચંડીગઢનું ફેમસ ફરવા લાયક સ્થળ છે. આ ગાર્ડનમાં સુંદર ફાઉંટેન પણ છે. પીન્જોર ગાર્ડનમાં ફરવા માટે સૌથી બેસ્ટ સમય જુન છે કારણકે અહી એ દિવસોના વૈશાખીનો તહેવાર હોય છે.
નિશાત બાગ, શ્રીનગર
આ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ગાર્ડન છે. આ ગાર્ડનને ૧૬૩૩-૩૪ માં મુગલ શાસકોએ બનાવ્યું હતું. આ ગાર્ડનમાં જતા તમને આનંદનો અનુભવ થાય છે. સાથેજ આ ગાર્ડનમાં તમે લેકની ખૂબસુરતીને પણ નિહારી શકો છો. આ ગાર્ડનમાં મુગલ મંડપ અને ભવ્ય પહાડોની કારીગરીના નમૂનાઓ પણ જોઈ શકો છો. આ સીડીદાર ગાર્ડનની એક બાજુમાં લેકની ખૂબસુરતી છે તો બીજી તરફ હિમાલયની શ્રુંખલા આવેલ છે.
ગુલાબ બાગ, ઉદયપુર
ગુલાબ બાગને ‘સજ્જન નિવાસ’ ના નામે ઓળખવામાં આવે છે. આ ઉદયપુરનું સૌથી સુંદર અને મોટું ગાર્ડન છે. ઉદયપુરના આ ગાર્ડનને મહારાણા સજ્જન સિંહે ૧૦૦ એકર જમીનમાં બનાવ્યું છે. આ ગાર્ડનની ગણતરી વિશ્વના સૌથી સુંદર ગાર્ડનમાં કરવામાં આવે છે. રાજસ્થાનનું સૌથી મોટું ગુલાબના ફૂલોનું ગાર્ડન છે. ગુલાબના સૌથી વધુ ફૂલ અહી હોવાથી આ ગાર્ડનનું નામ ગુલાબ ગાર્ડન રાખવામાં આવ્યું. આ ગાર્ડનમાં તમને ફૂલોની એવી વેરાઈટી જોવા મળે છે, જે બીજે ક્યાય જોવા નથી મળતી. જો તમને પ્રાકૃતિક સુંદરતા પસંદ હોય તો તમે ગુલાબ જઈ શકો છો.
વૃંદાવન ગાર્ડન, મૈસુર
આ ગાર્ડન એટલું બધું મોટું છે કે ૨૦ લાખથી પણ વધારે લોકો અહી એકસાથે આવી શકે છે. આ ગાર્ડન મૈસુરથી ૨૦ કી.મી દુર આવેલ છે. આ ગાર્ડન ભારતનું સૌથી આકર્ષક અને કર્નાટકનું સુંદર ટુરિસ્ટ પ્લેસ છે. આ ગાર્ડનને કાશ્મીરના શાલીમાર ગાર્ડનની જેમ મુગલ સ્ટાઇલમાં બનાવ્યું છે. આ ગાર્ડનમાં ફૂલોની ક્યારી, ફાઉન્ટેન અને ગ્રીન લોન ખુબ જ આકર્ષિત છે. તમે આ ગાર્ડનને જોઉં તો તમારું મન પણ મંત્રમુગ્ધ થઈ જશે. આ ગાર્ડનને સૌથી વધારે આકર્ષક બનાવે તો તે છે અહીનું ખાસ મ્યુઝિકલ અને ફાઉન્ટેન.
હેગિંગ ગાર્ડન, મુંબઈ
આ ગાર્ડન મુંબઈના માલાબીર હિલ્સની ઉપર આવેલ છે. આ ગાર્ડન કમલા નહેરૂ પાર્કની સામે જ આવેલ છે. ઉપરાંત અહી ફિરોજશાહ મેહતા ગાર્ડન પણ આવેલ છે, જે અરબ સાગરમાં સૂર્યના અદભૂત નઝારો પ્રકટ કરે છે. આ ગાર્ડનમાં ૧૮૮૦થી પણ પહેલાનુ જળાશય છે. અહી અલગ અલગ રંગના ફૂલો અને વૃક્ષો છે. નાના બાળકો માટે આ આકર્ષણનું કેન્દ્ર છે. આ પાર્ક મુંબઈના લોકો માટે કઈક ખાસ જગ્યા ધરાવે છે અને અહીથી તમે મુંબઈની ગતિશીલ લાઈફ પણ જોઈ શકો છો.