લદ્દાખ જમ્મુ અને કાશ્મીર માં આવેલ છે. આ ઉત્તર-પશ્ચિમ હિમાલયના પર્વતીય ક્રમમાં આવે છે. અહીની મોટાભાગની સપાટી કૃષિ કરવા યોગ્ય નથી. 11, 845 ચોરસ ફૂટ ઊંચાઈ પર સ્થિત સ્ટોક રેંજમાં ‘સ્ટોક કાંગડી’ પર્વતારોહીઓ માટે ખુબજ ફેમસ છે.
સ્ટોક રેંજ
ફરવા-હરવાનું કોને ન ગમે. એમાં પણ સ્ટોક રેંજ જેવી જગ્યા હોય તો લોકો કાયમના માટે અહી જ રહેવાનું પસંદ કરે. લડાખ એક શાનદાર જગ્યા છે. પ્રાકૃતિક સુંદરતાનો જે નજારો તમને અહીં જોવા મળશે તેવો બીજી ક્યાંક નહીં જોવા મળે.
વિશ્વનો સૌથી ઊંચો શિખર, માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરતા પહેલા સ્થિત ‘સ્ટોક રેંજ’ માં ચઢાઈનો અભ્યાસ કરવામાં આવે છે. અહીની પહાડિયો ખુબજ સુંદર છે. જો તમે તમારી ટ્રીપને યાદગાર બનાવવા માંગો છો તો લદ્દાખમાં અવશ્ય જવું.
લદ્દાખના સ્ટોક રેંજ માં દરવર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. જો તમે ફોટોગ્રાફીના શોખી હોવ તો અહી ચોક્કસ ફોટોઝ લેવા. અહીનું દ્રશ્ય ખુબ જ અદ્ભુત અને રમણીય છે. સ્ટોક રેંજ જેવી જગ્યા બનાવીને કુદરતે સંપૂર્ણ સૃષ્ટિમાં પોતાની સુંદરતા ફેલાવી છે.
નુબ્રા વેલી, લદ્દાખ
નુબ્રા વેલીનો અર્થ ‘ફૂલોની વેલી’ થાય છે. અહી જવા માટે ઇનર લાઈન પરમિટ ની જરૂર પડે છે. કારણકે આ જગ્યાએ જવા માટે ‘ખર્દુંગ લા પાસ’ ને પાર કરવું પડે છે. આ દુનિયાનો સૌથી ઉંચો પાસ છે. આને હુંડર આકાશમાં ‘રણ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
નુબ્રા વેલીમાં તમને ઊંટોની સવારી કરવામાં મળશે. ઉપરાંત તમને અહી ખુબજ સુંદર નઝારો પણ જોવા મળશે. આ ક્ષેત્રને લદ્દાખના બાગ તરીકે ઓળખવામાં આવે છે.
ઉનાળામાં તમને અહી ગુલાબી અને જંગલી પીળા રંગના ગુલાબો જોવા મળશે, જે તમને પૂરી દુનિયામાં નહિ જોવા મળે.