મુંબઇ વિશ્વનો સૌથી ફિલ્મ ઉદ્યોગ ‘બોલિવૂડ’ માટે લોકપ્રિય છે. આ પર્યટન સ્થળોથી પણ ભરપુર છે. મુંબઈનું મરીન ડ્રાઈવ ખુબજ પોપ્યુલર છે. મરીન ડ્રાઈવ એ મુંબઈનો એ વિસ્તાર છે જે દરિયાઇ કિનારા પર સ્થિત છે. અહી એટલી બધી ફિલ્મોનું શુટિંગ થયું છે કે તેની ગણતરી કરવી ખુબ મુશ્કેલ છે. પરંપરાગત રીતે મુંબઈમાં શુટિંગ થતી દરેક ફિલ્મમાં તમને આનો નઝારો જોવા મળશે જ.
મુંબઈની આગવી ઓળખ મરીન ડ્રાઈવ છે. અરબી સમુદ્રની ગિરગામ ચોપાટીથી નરીમાન પોઈન્ટને જોડતી ઈંગ્લીશમાં ‘C’ આકારની સાડા ચાર કિલોમીટર લાંબી આ ડ્રાઈવના નિર્માણનો શરૂઆતી દિવસ 18 ડિસેમ્બર 1920 હતો.
મરીન ડ્રાઈવ પર ચાલતા ચાલતા તમે વિશ્વ વિખ્યાત ચૌપાટી સુધી જઈ શકો છો. જ્યાં તમે મુબઈની સ્ટ્રીટ ફૂડ (રસ્તામાં લાગેલ ભોજનના સ્ટોલ્સ) જેમકે ભેલ પુરી, પાણી પુરી, સેન્ડવીચ અને ફાલુદાનો આનંદ લઇ શકો છો. મરીન ડ્રાઈવમાં અમુક મોંધા બ્રાંડની શોપ્સ (દુકાનો) અને હસ્ત શિલ્પની દુકાનો પણ છે. મરીન ડ્રાઈવનું મુંબઇ માં 1920 માં નિર્માણ કરવામાં આવ્યું હતું.
રાતના સમયે આ લાઈટથી ઝળહળી ઉઠે છે. જેને જોવામાં અવિસ્મરણીય નઝારો લાગે છે. આ મુંબઈની પહેચાન છે. મુંબઈ ભારતનું સૌથી વધારે વિશ્વનાગરિક શહેર અને આધુનિક ભારતના અનુભવ માટે આ મહત્વપૂર્ણ જગ્યા છે. મરીન ડ્રાઈવ અરબસાગરના કિનારાથી લઇ નરીમન પોઇન્ટ પર સોસાયટી લાઈબ્રેરી અને મુંબઈ રાજ્ય સેન્ટ્રલ લાઈબ્રેરીથી લઇ ચૌપાટીથી માલાબાર ક્ષેત્ર સુધી પહોચેલ છે.
રાતના સમયે ઊંચા ભવન માંથી જોતા મરીન ડ્રાઈવ ખુબ જ સુંદર દેખાય છે. મરીન ડ્રાઈવને ‘Queen’s Necklace’ (ક્વીન્સ નેકલેસ) કહેવામાં આવે છે. અહી અદભૂત પથ્થરો પણ છે જેના પર લોકો બેસીને ફોટાઓ પાડે છે અને દરિયાનો આનંદ લઇ શકે છે.