હિમાલય ના ખોળામાં વસેલ અને બરફની ચાદરમાં લપેટાયેલ કશ્મીર પોતાની નેચરલ બ્યુટી માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. કશ્મીર ભારતમાં જીવતા જાગતા સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. કશ્મીર ભારતના ઉત્તરમાં આવેલ રાજ્ય છે. આને ભારતના પ્રમુખ પર્યટન સ્થળમાંથી એક માનવામાં આવે છે.
જનરલી લોકો જમ્મુ-કશ્મીરને એક બોલતા હોય છે. જોકે, આ બંને શહેરો અલગ છે તેની વચ્ચે થોડો ડિસ્ટન્સ પણ છે.
જો આ ધરતીમાં કોઈ સ્વર્ગ હોય તો તે કશ્મીર જ છે. આજે પણ અહીની ખુબસુરતી કાયમ છે. અહીના હસીન અને બરફથી છવાયેલ ડુંગરો એટલા જ ખુબસુરત છે જેટલા પહેલા હતા. જયારે તમે અહી જશો ત્યારે રસ્તામાં બર્ફીલી હવા તમારું સ્વાગત કરશે. તમે દીવાલીના વેકેશનમાં અહી જઈ શકો છો.
આ વિશ્વભરથી પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરવાની શક્તિ રાખે છે. કશ્મીરની સાથે સાથે અહીના આસપાસના સ્થળો એટલેકે શ્રીનગર અને જમ્મુ પણ જોવાલાય છે. શ્રીનગરમાં અમરનાથ અને વૈષ્ણોદેવીની ગુફા છે. કશ્મીરની ઘાટી એટલેકે ખીણમાં વસેલ શ્રીનગરને તમે બેસ્ટ હનીમૂન ડેસ્ટીનેશન પણ બનાવી શકો છો.
આ દેશ-વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહી ફરવા માટે ડલ જીલ, પહલગામ કશ્મીર, જેલમ નદી, સોનમર્ગ જમ્મુ, શંકરાચાર્ય મંદિર, શિવ ખોરી અને ચરાર-એ-શરીફ વગેરે સ્થળો આવેલ છે. પહલગામ એ કશ્મીરનું હિલસ્ટેશન છે.
કશ્મીર બરફની ચાદરથી છવાયેલ તેજસ્વી સ્થળ છે. અહીના શ્રીનગરથી ૧૫ કિલોમીટરના અંતરે શાલીમાર બાગ આવેલ છે, જે શહેરના બધા મુગલ બાગોમાં ફેમસ છે. ઉપરાંત અહી બેતાક ઘાટી અને નિશાન બાગ પણ જોવાલાયક સ્થળ છે.
તમે અહીંથી કશ્મીરી સાલ, ગરમ કપડા, કશ્મીરી હેન્ડીક્રાફટ પ્રોડક્ટ્સ, ડોગરા જવેલરી, ફ્રાયફ્રુટ્સ અને કાર્પેન્ટ વગેરેની શોપિંગ કરી શકો છો.