ભારતના લગભગ દરેક જીલ્લાઓ પોતાના અનોખા ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન માટે પ્રખ્યાત છે. પણ જો કુદરતી નઝારાની વાત કરવામાં આવે તો કેરલ ખુબજ પર્યટકોની વચ્ચે પ્રખ્યાત છે.
દુર-દુર સુધી ફેલાયેલ હરિયાળી ઘાસ, કળકળ વહેતા ઝરણાઓ અને ચારે બાજુ અદભૂત આકર્ષક દ્રશ્યોના કારણે દેવીફૂલમ કેરલનું ખુબ જ સુંદર એવું પ્રાકૃતિક સ્થળ છે. કેરલનું આ સુંદર સ્થળ સ્વર્ગથી ઓછુ નથી.
દેવીફૂલમ ની અમુક જગ્યાએ ઘાસના મેદાનો પણ જોવા મળે છે. ચા અને મસાલા ના બગીચાથી ભરેલ દેવીફૂલમ અત્યંત પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે. અહી તમે દુર્લભ પ્રજાતિના મસાલા ના બગીચાઓ જોઈ શકો છો.
હરેલભરેલ જંગલો અને બગીચાઓના પુનઃઉર્જાન્વિત કરનાર દ્રશ્ય કોઈપણ દર્શકના મનને મોહી લે તેવું છે. દેવીફૂલમમાં જો સૌથી વધુ આકર્ષણ કોઈ જગ્યાનું હોય તો તે છે ‘સીતા દેવી’ લેક. કહાનીઓ અનુસાર આ તળાવમાં સીતા માતા એ સ્નાન કર્યું હતું.
આ સ્થળની એકદમ નજીક મુન્નાર છે, તો તમે પણ અહી જઈ શકો છો. અહી મૌસમ આખું વર્ષ એકદમ સરસ રહે છે. અહી તમે એક નવી જ ઉર્જાથી ભરાઈ જશો.