માટે ઘરે જાતે જ બનાવો, બજાર માં મળતી પાણીપુરી કરતા બેસ્ટ અને અને ટેસ્ટી પાણીપુરી.
સામગ્રી:
પુરી માટે –
રવો / સુજી – 2 કપ
ગહું નો લોટ – 1 કપ
મેંદા નો લોટ – 1 કપ
મીઠું સ્વાદનુસાર –
પાણી લોટ બાંધવા માટે –
ત્તેલ તળવા માટે –
તીખાં પાણી માટે
બારીક કાપેલી કોથમીર – 1 કપ
ફુદીનો સુધારેલો – 2 કપ
લીલા મરચાં – 4 થી 5
લીંબુ નો રસ – 1 મોટી ચમચી
સંચળ પાવડર – 2 મોટી ચમચી
જલજીરા પાવડર – 1 મોટી ચમચી
પાણીપુરી મસાલા પાવડર – 1 નાની ચમચી
જીરુ શેકેલું – 1 નાની ચમચી
તજ નાનો ટુકડો – 1
મીઠું જરૂર મુજબ –
પુરણ
મગ પલાળેલા અને બાફેલા – 1/2 કપ
લાલ ચણા પલાળેલા અને બાફેલા – 1/2 કપ
સફેદ વટાણા પલાળેલા અને બાફેલા – 1/2 કપ
કાચું કેળું બાફેલુ અને જીણું સુધારેલું – 1/2 કપ
ચાટ મસાલા પાવડર – 1 નાની ચમચી
બારીક કાપેલી કોથમીર – 1 મોટી ચમચી
બુંદી ખારી – 1/2 કપ
રીત :
પુરી માટે
1. ત્રણેય લોટ ને ભેળવો ,મીઠું ઉમેરો અને પાણી થી કડક લોટ બાંધો.
2. અડધો કલાક કુણ આવવા દો.
3. લોટ ને ખાંડી ને કુણો બનાવો.
4. નાના નાના એકસરખા લુઆ બનાવો.
5. દરેક લુઆ ને પુરી ની જેમ વણો.
6. આ valentine ખાસ હોવાથી હાર્ટ આકાર ના મોઉંલ્ડ થી કાપી ને હાર્ટ બનશે .
7. સાદી ગોળ વણી ને પણ બનાવી શકીએ.
8. હવે પુરી ત્તયાર છે તળવા માટે .
9. ત્તેલ ને મીડ્યમ આંચ પર ગરમ કરો ,પુરી નાખતી વખતે ફાસ્ટ કરવો ને ફુલી જાય એટલે સ્લો ગેસ કરવો .
10. સ્લો ગેસ પર ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી તળવી.
પુરી તયાર છે .
તીખું પાણી
- ફુદીનો , કોથમીર ,લીલા મરચાં , જીરું અને તજ ને બ્લેન્ડેર માં પીસો.
- એક ગ્લાસ પાણી ઉમેરો .
- લીસી પેસ્ટ બનાવો .
- આને ગરણી થી ચાળો .
- ચાળેલી પેસ્ટ માં પાછું એક ગ્લાસ પાણી ઉમેરો અને લીસી પેસ્ટ બનાવો .
- એક દમ દબાવીને આને ગરણી થી ચાળો.
- હવે ગાળેલા પાણી માં બે ગ્લાસ પાણી ઉમેરો .
- હવે એમાં જલજીરા પાવડર , પાણી પુરી પાવડર, સંચળ અને લીંબુ નો રસ ઉમેરો .
- બરોબર હલાવો .
- આ ગ્રીન પાણી એકદમ ખાટું ,તીખું અને ચડીયાતા મીઠા વાળું હોઈ છે તો એ પ્રમાણે બનાવવું .
- તીખું પાણી તયાર છે
1. મગ , લાલ ચણા , સફેદ વટાણા અને કાચાં કેળા ને બાફો .
2. બાફેલા કેળા ઝીણા ઝીણા ને સુધારો .
3. હવે મગ , લાલ ચણા, ખારી બુંદી ,ચાટ મસાલા અને કોથમીર ને મિક્ષ કરો .
4. બાફેલા સફેદ વટાણા અનેચાટ મસાલા મિક્ષ કરો .
5. બન્ને પુરણ અલગ અલગ છે એક છે રગડા પુરણ અને બીજું મિક્ષ પુરણ.
6. પુરણ તયાર છે.
મીઠું પાણી
1. હવે Sweet chutney. બનાવો.
2. પતલી બનાવવા જોઈતું પાણી ઉમેરવું.
પાણીપુરી
1. હવે પાણીપુરી માણવા બધું જ તયાર છે જેમ કે પુરી ,પુરણ,મીઠું પાણી અને તીખું પાણી.
2. હવે પુરી લો ,સહેજ કાણું કરો , કોઈ પણ એક પુરણ ઉમેરો , તીખું મીઠું પાણી તમારા સ્વાદ પ્રમાણે નાખો.
3. સ્વાદિષ્ટ અને મનમોહક પાણીપુરી તયાર છે.
ચાલો, જમવા માટે થઇ જાઓ તૈયાર !