કેરલ પહેલાથી જ લોકોની ફેવરીટ પ્લેસ બનેલ છે. અહીના અદ્ભુત નઝારો પર્યટકોને પોતની તરફ આકર્ષિત કરે છે. મોટાભાગે અમે કેરલ ના ઘણા બધા ફેમસ પર્યટક સ્થળો વિષે જણાવી ચુક્યા છીએ, તેથી હવે કેરલના કોચ્ચી શહેર વિષે જાણીએ.
કોચ્ચી કેરલની વ્યાપારિક રાજધાની છે. કોચ્ચીમાં દેશના સૌથી જુના પોર્ટ્સ (બંદરો) આવેલ છે. આ શહેરને ‘અરબ સાગરની રાણી’ નું ઉપનામ આપવામાં આવ્યું છે. પેલેસ, કિલ્લા, ઈમારતો, આર્ટ ગેલેરી, સંગ્રહાલયો, તળાવો, પારંપરિક નુત્ય, એતિહાસિક સ્મારક અને ઉંચી ઈમારતો અહીની ખાસિયત છે.
આ શહેર મસાલાના વ્યાપારનું પણ કેન્દ્ર છે. જો તમારે અહી ફરવું હોય તો ઘણી બધી તમારા માટે જોવાલાયક જગ્યાઓ છે. કોચીમાં ચેરાઈ બીચ, સેંટ ફ્રાન્સીસ ચર્ચ, હિલ મહેલ, મરીન ડ્રાઈવ, કલાડી, છોટારાનીક્કારા મંદિર અને મટ્ટનચેરી મહેલ જેવા ઘણા બધા સ્થળો છે.
હનીમુન માટે કે પરિવાર સાથે સમય વિતાવવા કોચ્ચી ને સૌથી બેસ્ટ જગ્યા માનવામાં આવે છે. કોચ્ચીનું એર્નાફૂલમ શહેર ખૂબ તેજ અને આધુનિક શહેર છે, જે બ્રિટીશ, પોર્ટુગલ અને ડચ સંસ્કૃતિઓનું મિશ્રણ છે.
આમાં ઘણા બધા દર્શનીય સ્થળો છે, જેમકે યહૂદી ઉપાસના ગૃહ, હિંદુ મંદિર અને ચર્ચ આવેલ છે.