આજકાલ દરેક યુવક યુવતીઓ સુંદર દેખાવવાના સ્વપ્ન જોતા હોય છે. પરંતુ આજકાલની ભાગંભાગવાળી જીવનશૈલી અને ખાનપાનને કારણે આપણા શરીર પર વિપરિત અસરો પડે છે. જેથી આપણને અનેક રોગો થાય છે. આ સિવાય વાળ, આંખો અને ત્વચા સંબંધી રોગોમાં પણ વધારો થતો જઈ રહ્યો છે. ચામડી સંબંધી રોગોને જડમૂળમાંથી મટાડવા માંટે શું કરવું જોઈએ?
ચામડીના અને લોહીના રોગ અનેક પ્રકારના હોય છે, અને આજકાલ આવા રોગનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. આ ત્વચા અને લોહી બગાડના રોગો વધવાનાં મૂળભૂત કારણો કયાં? વિરુદ્ધ આહાર દ્રવ્યોનો સતત કે વધારે પડતો ઉપયોગ, તીક્ષ્ણ અને અતિ ખાટા, ખારા આહાર દ્રવ્યોનો ઉપયોગ. હીન કોટીના અપોષક અને વિટામિન હીનતાવાળાં આહાર દ્રવ્યોનો સતત ઉપયોગ, પૂરતા પ્રકાશ અને તડકાનો અભાવ, ત્વચાની અસ્વચ્છતા, લિપસ્ટિક, સ્નો, પાઉડર જેવાં કોસ્મેટિક સૌંદર્ય પ્રસાધનો અને સાબુ, શેમ્પૂ જેવાં કેમિકલ દ્રવ્યોનો ઉપયોગ, સિન્થેટિક વસ્ત્રોની એલર્જી તથા આધુનિક ઔષધોની સાઈડઇફેક્ટ અને એલર્જી, સાબુ કે લોશનનો વધારે પડતો ઉપયોગ તથા ચેપી જંતુઓના સંપર્કથી પણ ત્વચાના રોગ વધ્યા છે.
આ ઉપરાંત વધારે પડતું તડકામાં કે ગરમ જગ્યાએ રહેવું. વધારે પડતી કસરત કરવી, ધૂમ્રપાન, તમાકુનો ઉપયોગ વગેરેથી પણ ત્વચાના અને લોહીના રોગનું પ્રમાણ વધ્યું છે. આ સિવાય માનસિક કારણોથી પણ ત્વચાના રોગ થાય છે.
ચામડીના આ રોગના બે પ્રકાર પાડી શકાય.
(૧) જેમાં ત્વચામાં ખંજવાળ, બળતરા, પાણીનો સ્રાવ થવો, લાલાશ તથા સોજો વગેરે હોય છે. જેમાં ખસ, ખરજવું, દાદર-રિંગવર્મ, એલર્જી જન્ય વિકૃતિઓ વગેરેનો સમાવેશ કરી શકાય.
(૨) જેમાં સફેદ ડાઘ, કાળા ડાઘ, તલ, સોરાયસીસ, રક્તમંડળ, કરોળિયા, મસા વગેરેનો સમાવેશ કરી શકાય. આવા રોગમાં ત્વચાનો રંગ બદલાઈ છે, જેમાંથી કેટલાકમાં ખંજવાળ અને બળતરા હોય છે અને કેટલાકમાં હોતી નથી.
જો તમે બહુ જુના અને હઠીલા ચામડીના રોગ હોય તો નિયમિત રીતે કારેલાનો રસ તે ભાગ પર લગાવવાથી તે રોગ જડમૂળમાંથી મટી જશે. કારેલાના રસને ચામડી માટે લાભકારી માનવામાં આવે છે.
ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર ઉપર અને ચહેરા ઉપર માલિશ કરવાથી ચામડી તેજસ્વી બને છે અને રંગ નિખરે છે.
સવારે સ્નાન કરતી વખતે નવશેકા પાણીમાં લીંબુનો રસ ભેળવી નહાવાથી ચામડી સુંવાળી થાય છે અને તાજગીનો અનુભવ થાય છે.
તલના તેલને નવશેકું ગરમ કરી દરરોજ માલિશ કરવાથી નિષ્તેજ બની ગયેલી ત્વચા ખીલી ઉઠે છે.
હાથ અને પગની ચામડી ફાટે તો વડનું દૂધ લગાવવું જોઈએ. તેનાથી જલ્દી ફાયદો થાય છે
કાકડીને છીણીને તેનો રસ ચહેરા પર લગાવવાથી ઓઈલી સ્કિન સુંવાળી અને ઓઈલ ફ્રી બને છે.
સંતરાની છાલને સુકવી તેનો પાવડર બનાવી ગુલાબજળમાં મિક્સ કરી તેને ચહેરા ઉપર લગાવી અડધો કલાક રહેવા દેવું ત્યારબાદ ચહેરો ધોઈ નાખવો. આટલું કરવાથી ત્વચા મુલાયમ બનશે અને ચહેરાના ડાઘા પણ દૂર થશે.