ચાણક્યની આ દમદાર વાતો જાણી તમે લાઇફમાં ઘણુ બધું શીખશો!

Chanakya-Niti

ચાણક્યની આ વાતોનું પાલન કરવાથી ઘણું મુશ્કેલીઓથી તમે બચી શકો છો. ચાણક્ય અર્થશાસ્ત્રના આચાર્ય હતા. તેમને પોતાની કૂટનીતિને કારણે જ એક સામાન્ય બાળક ચંદ્રગુપ્ત મૌર્યને ભારતનો મહા સમ્રાટ બનાવ્યો હતો. તેઓ ખુબ સારા વિચારો ધરાવતા હતા. જેને અમે આજે પ્રસ્તુત કરવાના છીએ.

*  ભાઈ-બંધુઓની પરખ સંકટમાં અને જીવન સાથીની પરખ ધન નષ્ટ થતા જણાય છે.

*  ક્યારેય પણ પોતાના રાજની વાત કોઈને ન બતાવવી જોઈએ. આ આદત આપણને બરબાદ કરીને જ છોડે છે.

*  કોઇપણ વ્યક્તિને ખુબજ વધારે ઈમાનદાર ન બનવું જોઈએ. જંગલમાં સૌથી સીધું જે વૃક્ષ હોય તેને સૌપ્રથમ કાપવામાં આવે છે. વધાર પડતા ઈમાનદાર વ્યક્તિને જ વધારે કષ્ટો સહન કરવા પડે છે.

*  કોઇપણ વ્યક્તિ પોતાના કર્મોથી મોટો હોય છે, જન્મથી નહિ.

*  જ્યારે જીવ તેની માતાના ગર્ભમાં આકાર લે છે ત્યારે જ વિધાતા તેનું આયુષ્ય, કર્મ, તેની ધન-સંપત્તિ, વિદ્યા અને તેનું મૃત્યુ નક્કી કરી નાંખે છે. તેમાં પછી ક્યારેય કોઈ ફેરફાર કરી શકતું નથી. આ કારણે જન્મ પછી દરેક વ્યક્તિએ નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ અને ફળની આશા ન રાખવી જોઈએ. તેને જે મળવાનું છે તે કોઈ રોકી શકશે નહિ. તેના નસીબમાં જે નહિ હોય તેનો શોક કરવો જોઈએ નહિ.

*  જો કોઈ વ્યક્તિ કમજોર હોય તો પણ તેને પોતાને તાકતવર પ્રદર્શિત કરવો જોઈએ.

*  જો કોઈ મૂરખ વ્યક્તિને વશમાં કરવો હોય તો તે જેમ ચાહે તેવું જ કામ કરવું. સમય સમય પર મૂરખ વ્યક્તિના વખાણો પણ કરતા રહેવું જોઈએ. આમ કરવાથી તે તમારી વાતો માનશે અને તમને હેરાન પણ નહિ કરે.

*  પહેલા પાંચ વર્ષ તમારા બાળકને ખુબ પ્રેમ આપો, પછીના પાંચ વર્ષ તેમને વઢો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો, તેઓ સોળ વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાવ. તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે.

*  જો કોઈ બુદ્ધિમાન વ્યક્તિને વશમાં કરવો હોય તો ખુબ મુશ્કેલ છે. તેને વશમાં કરવા તેની સાથે પણ બુદ્ધિ સાથે કામ કરવું. સમજદાર વ્યક્તિની સામે નીતિ અને બુદ્ધિથી કામ કરશો તો તે તમારા વશમાં થશે.

*  તમારા થી ઉંચા કે નીચા હોદા વાળા ને મિત્રો નાં બનાવો. એ તમારા દુઃખ નું કારણ બનશે. તમારા સ્તર (સ્ટેટસ) વાળા લોકો ને જ મિત્રો બનાવો.

*  બીજાની ભૂલો પરથી શીખો. પોતાની જ ભૂલો પરથી શીખવા માટે તમારું આયુષ્ય ઓછું પડશે.

Comments

comments


10,341 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 5 =