ચાઈનીઝ સમોસા: વેજ ચાઈનીઝ નુડલ સમોસા – જાણવા જેવું

સામગ્રી

P1010998

* છીણેલુ આદુ,

* છીણેલુ લસણ,

* કાપેલા ગાજર,

* કાપેલી ફણસી,

* બારીક કાપેલ લીલું લસણ,

* ઝીણી કાપેલી કોબી,

* કાપેલા લાલ મરચા અને

* સ્વાદાનુસાર મીઠું

સૌપ્રથમ પેનમાં ૧ ટી સ્પુન તેલ નાખવું. ત્યારબાદ ગાજર, કાપેલી ફણસી, બારીક કાપેલ લીલું લસણ, ઝીણી કાપેલી કોબી, કાપેલા લાલ મરચા, સ્વાદાનુસાર મીઠું નાખીને ૩ થી ૪ મિનીટ સુધી હલાવવું. ૩ થી ૪ મિનીટ પછી હલાવ્યા બાદ બાફેલા નુડલ્સ નાખવા. આ મિશ્રણમાં થોડો સોયા સોસ અને વિનેગાર નાખવું. ફરી આ મિશ્રણને ૨ થી ૩ મિનીટ સુધી ગેસ પર ગરમ થવા દેવું.

સમોસાનો લોટ તૈયાર કરવા માટેની સામગ્રી

csm_cocktail_samosa_ddf79e2890

* ૧ કપ મેંદો,

* ૧ ટી સ્પુન ધી,

* ૧ ટી સ્પુન લીંબુનો રસ અને

* સ્વાદાનુસાર મીઠું

આમા એક વસ્તુનું ધ્યાન રાખવું કે સમોસાનું મિશ્રણ બનાવતી વખતે તેમાં નાખેલ નુડલ્સને ચમચાથી થોડું કાપી નાખવું. જેથી ખુબ લાંબુ ન રહે પછી આને ૩ થી ૪ મિનીટ સુધી હલાવવું. હવે આ મિશ્રણ તૈયાર છે. હવે સમોસાનો લોટ તૈયાર કરવો. આ માટે સૌપ્રથમ ૧ કપ મેંદો, ૧ ટી સ્પુન ધી, ૧ ટી સ્પુન લીંબુનો રસ (જેથી સમોસા કડક બને) અને મીઠું નાખવું.  હવે આ તૈયાર કરેલા મિશ્રણમાં પાણી નાખીને લોટ બાંધવો.

સમોસાના આ લોટને થોડો કડક રાખવો જેથી સમોસા થોડા પોચા નહિ પણ ક્રિસ્પી બને. હવે આ લોટના નાના નાના આઠ ગોયણા કરવા. આ ગોયણાને ગોળ વણીને ચપ્પુ વડે આ રોટલીને બે ભાગમાં કાપી લેવી. કાપેલી રોટલીના એક ભાગ પર તેલ લગાવવું અને આ ભાગને વાળી નાખવો.

???????????????????????????????

ત્યારબાદ આમાં તૈયાર કરેલ થોડું મિશ્રણ નાખી આંગળીથી દબાવી લેવું જેથી આ મિશ્રણ બહાર ન આવે. આને સીલ કરવા માટે તેની કિનારે સહેજ પાણી લગાવવું. આવી રીતે બધા સમોસા ભરીને તૈયાર કરવા. હવે આ સમોસાને ધીમા તાપે તળવા. જ્યાં સુધી સમોસા બ્રાઉન ન થાય ત્યાં સુધી ધીમા ગેસે તળવા. તળ્યા બાદ તૈયાર છે ચાઈનીઝ સમોસા, વેજ ચાઈનીઝ નુડલ સમોસા. તમે આને શેઝવાન સોસ સાથે સર્વ કરી શકો છો.

Comments

comments


7,987 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3