ચીન મોટો દેશ છે અને આપણો પાડોશી દેશ પણ, છતા આપણે તેના વિષે કઈ ખાસ જાણતા નથી. કદાચ જાણવાની કોશિશ જ નથી કરતા કારણકે આપણું ધ્યાન અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો તરફ વધારે હોય છે. પરંતુ, ચીન વિષે થોડા સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે.
1. ચાઇના માં શ્રીમંત લોકો અપરાધ કરીને પણ જેલ જવાથી બચી શકે છે. આના માટે એટલું કરવું પડે છે કે તમારી બોડી ડબલ, એટલે કે તમારી જેવો દેખાય તેવો માણસ જેને તમે ડુપ્લિકેટ પણ કહી શકો છો. તેને ભાડા પર લઇ લ્યો અને તે તમારી સજા ભોગવશે.
2. ઇંગલિશ બોલતા લોકોની ગણતરી કરવામાં આવે તો ત્યાં અમેરિકાની સરખામણીએ વધારે લોકો અંગ્રેજી બોલે છે! આ કમાલ છે ચીનની વસ્તીનો.
3. ચીન માં ખૂબ જ પ્રખ્યાત સૂપ છે, જેને બનાવવામાં આવે છે ખાય શકાય તેવા પક્ષીઓ થી! તમે આ સૂપ ને પીવાની હિંમત કરશો?
4. એકલતા (લોનલીનેસ) અનુભવ કરો છો? તો ચીન જતા રહો. ત્યાં એક વેબસાઇટ તમને એક અઠવાડિયા માટે ભાડાની ગર્લફ્રેન્ડ મળશે, જેની કિમત છે ફક્ત 2000 રૂપિયા.
5. ચીન ની વસ્તી એટલી બધી વધારે છે કે, જો તેને કહેવામાં આવે કે એક લાઇન બનાવીને ચાલો, એક પાછળ એક તો લાઇન ક્યારેય પૂરી જ નહિ થાય. આનું કારણ એ છે કે અહી એટલા બાળકો જન્મે છે કે લાઇન હંમેશા વધતી જ રહે છે.
6. ચાઇના માં લોકો આધુનિક ગેજેટ્સ માટે એટલા બધા ગાંડા (મેડનેસ) છે કે એક ટીનએજર એ આઇપેડ ખરીદવા માટે પોતાની કિડની વેચી નાખી. જરા વિચારી જુઓ કે આનાથી વધારે સારો આઇપેડ આવશે તો તે શું-શું વેચશે? કે પછી આઇપેડ ખરાબ થઈ ગયુ કે ચોરી થઈ ગઈ તો?
7. કોઇપણ દેશ નો વિકાસ ત્યાના બુદ્ધિશાળી લોકોને કારણે થાય છે. પરંતુ એક આંકડા અનુસાર વિદેશમાં જઈને અભ્યાસ કરતા બાળકો, પાછા પોતાના દેશમાં નથી આવતા. 10 માંથી 7 બાળકો પોતાનું વતન છોડી, બીજા દેશમાં પોતાનું ઘર બનાવે છે. આમાંથી મોટા ભાગના બાળકો અમેરિકામાં જોવા મળે છે.
8. હોલિવૂડના મોટા સ્ટાર્સ બ્રેડ પિટ ને ચીન માં આવવા પર પ્રતિબંધ છે. કારણ કે તેમણે એક ફિલ્મમાં કામ કર્યું છે, જેનું નામ છે “સેવન યર્સ ઇન તિબેટ”.
9. ચીનમાં સૌથી મોટો અને લાંબો ટ્રાફિક જામ 2010 માં હતો. બેઈજીંગ થી મંગોલિયા ના માર્ગ પર! આ ટ્રાફિક પુરા 10 દિવસ સુધી ચાલ્યો અને 60 માઇલ લાંબો હતો!.
10. 2025 સુધીમાં ચીનમાં 10 ન્યુયોર્ક સિટી વસી જશે. એટલે કે ન્યુયોર્ક જેવા 10 મોટા સિટી ચીન નો હિસ્સો બનશે અને ત્યાંની જનસંખ્યા માં 35 કરોડ લોકો વધારે વધી જશે.